ફાઈવ સ્ટાર હોટેલ હયાતમાંથી સેક્સ રેકેટ ઝડપાયું, ગ્રાહકો સાથે ગંદાકામ કરતી રંગેહાથ ઝડપાઈ, જુઓ તસવીરો

ફાઈવ સ્ટાર હોટેલમાં હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી સુંદરીઓ આ ફાઈવ સ્ટાર હોટલમાં બોલાવવામાં આવી હતી. જે પૈસાદાર ગ્રાહકોનો શારીરિક ભૂખ મિટાવવાનું કામ કરતી હતી. પોલીસે રેડ પાડીને આ હાઈફાઈ અને મોટાઘરની ફેશનેબલ કોલગર્લને ઝડપી પાડી છે. બે દલાલોની પણ ધરપકડ કરવામાં આવી છે. હવે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ છતીસગઢની રાજધાની રાયપુરમાં ફાઈવ સ્ટાર હોટેલ હયાતમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. પોલીસે રેડ પાડતાં હોટેલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસને રૂમ સુધી પહોંચવા દેવામાં આવી ન હતી. અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જ્યારે પોલીસ તેમને હટાવીને રૂમમાં પહોંચી તો અંદરથી યુવતીઓ મળી આવી હતી.

Advertisement

પોલીસે હોટેલમાંથી 11 યુવતીઓની ધરપકડ કરી હતી. જે તમામને પોલીસ સ્ટેશનમાં લાવીને પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે હોટલ હયાતને પણ નોટિસ આપવામાં આવી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ સમગ્ર રેકેટમાં હોટલ કઈ રીતે સામેલ હતી.

પોલીસ અધિકારી ભાવેશ ગૌતમે જણાવ્યું હતું કે આ રેડમાં અલગ અલગ રૂમમાંથી કુલ 11 યુવતીઓ ઝડપાઈ હતી. પોલીસના કહેવા મુજબ આ યુવતીઓ દિલ્હી, હરિયાણા, બેંગલુરુ, ગુજરાત, પંજાબથી બોલાવવામાં આવી હતી. પોલીસે હોટેલના કર્મચારીઓની પણ અટકાયત કરી પૂછપછર હાથ ધરી હતી.

પોલીસે દલાલ વિપ્લવ ચોરડિયા અને પંકજ ગોયલની ધરપકડ કરી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હાઈપ્રોફાઈલ રેકેટ મોબાઈલ ફોન દ્વારા ચલાવવામાં આવતું હતું. વિપ્લવ અને પંકજના સંપર્કમાં રાયપુરના ઘણા બિઝનેસમેન હતા.

વિપ્લવ અને પંકજ શનિ-રવિની સાંજે રંગીન મૂડ માટેની તમામ ગોઠવણ કરતા હતા. યુવતીઓનું ફોન કોલ પર બુક કરાવામાં આવતી હતી. આ પછી રાયપુરના વેપારીઓ હોટલ હયાતના રૂમમાં પહોંચી જતા હતા. વિપ્લવ અને પંકજ જ પૈસાની લેવડદેવડ કરતા હતા.

એડિશનલ એસપી અભિષેક મહેશ્વરીએ જણાવ્યું કે, વિપ્લવ અને પંકજ ઉપરાંત યુવતીઓના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં તેમના ગ્રાહકો અને આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની વિગતો પણ મેળવવામાં આવી રહી છે, જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ રેકેટમાં સામેલ કેટલીક યુવતીઓ મહિનાના લાખો રૂપિયા કમાય છે. આ પૈસાથી તે પોતાના મોંઘા શોખ પૂરા કરતી હતી. બ્રાન્ડેડ કપડાંની જેમ વિદેશી મેક-અપની વસ્તુઓ, બ્યુટીપાર્લરનો ખર્ચ આ પૈસાથી પૂરો કરવામાં આવતો હતો.

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલી ઘણી યુવતીઓ ભૂતકાળમાં રાયપુર આવીને આવી ઘટનાઓમાં સંડોવાયેલી રહી છે. તેના દલાલો વિપ્લવ અને પંકજ અગાઉ હોટલ હયાતમાં તેના નામે રૂમ લેતા હતા. યુવતીઓ રૂમમાં રહેતી હતી. બાદમાં ગ્રાહકો પહોંચી જતા હતા. કેટલાક ગ્રાહકો અવારનવાર યુવતીઓને મળતા હતા અને તેમને મોંઘી ભેટ પણ આપતા હતા.

Advertisement

Leave a Reply

error: Content is protected !!