અભિનંદન જેવી મૂછના કારણે કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયો, પણ શાન સમી મૂછ તો ન જ કાઢી

ભોપાલમાં પોલીસ કૉન્સ્ટેબલ રાકેશ રાણાને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવાયા છે, કારણ છે તેમની લાંબી રૌફદાર મૂંછ. રાકેશ રાણાની મૂંછ ઈન્ડિયન એરફોર્સના જાંબાઝ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્તમાનની મૂંછ જેવી જ છે. તેમના સાથી કર્મીઓ પણ તેમને અભિનંદન જ કહેતા હતા. પરંતુ અધિકારીઓને રાકેશની મૂંછ પસંદ ન આવી અને તેને સસ્પેન્ડ કરી દેવાયો.

Advertisement

જો કે કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના AIG પ્રશાંત શર્માનું કહેવું છે કે કૉન્સ્ટેબલ રાકેશ રાણાએ આદેશનું પાલન નથી કર્યું. રાકેશે કહ્યું કે, સર રાજપૂત છું. નોકરી હોય કે ન હોય પણ મૂંછ તો નહીં મુંડાવું. સર, પોલીસની નોકરીમાં મૂંછ સારી લાગે છે. લાગે છે કે આ પોલીસનો જવાન છે.

Advertisement

બે દિવસ પહેલા આપ્યો હતો આદેશ
કૉન્સ્ટેબલ રાકેશ રાણા એમપી પૂલ ભોપાલ કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના વિશેષ પોલીસ ડાયરેક્ટરના ડ્રાઈવરના પદે તહેનાત હતા, જેઓને બે દિવસ પહેલા તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્શનનો આદેશ IG પ્રશાંત શર્માએ જાહેર કર્યો છે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાકેશ રાણાનું ટર્નઆઉટ ચેક કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે તેમના વાળ વધી ગયા છે. મૂંછ પણ અજીબ જ શેપમાં છે. તેનાથી ટર્નઆઉટ સારો નથી દેખાતો. રાકેશને ટર્નઆઉટ યોગ્ય કરવા માટે વાળ અને મૂંછ વ્યવસ્થિત રીતે કપાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. રાકેશે આદેશનું પાલન કર્યું ન હુતં. આ યુનિફોર્મની સેવામાં અનુશાસનહીનતાની શ્રેણીમાં આવે છે. આ કારણે જ તેમને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

રાકેશે કહ્યું- રાજપૂત છું…
જો કે રાકેશે આ આદેશ પર કહ્યું, “સર હું રાજપૂત છું અને મૂંછ રાખવાની મારી શાન છે. નોકરી રહે કે ન રહે પણ હું મૂંછ નહીં મુંડાવું. હું પહેલાં પણ આવી જ મૂંછ રાખતો હતો. પાકિસ્તાન સેનાના હાથે પકડાયેલા ગ્રુપ કેપ્ટન અભિનંદન એક ઓળખ બની ગયા હતા. તે પછીથી લોકો મને પણ મૂંછના કારણે અભિનંદન કહેતા હતા. મને સસ્પેન્શનનો આદેશ મંજૂર છે પરંતુ મૂંછ તો નહીં જ કપાવું.”

UPના મેરઠમાં કૉન્સ્ટેબલનું કરવામાં આવ્યું સન્માન
ઉત્તરપ્રદેશના મેરઠમાં હાલમાં SSP પ્રભાકર ચૌધરીને કૉન્સ્ટેબલ આકાશની મૂંછ એટલી પસંદ આવી કે તેઓએ આકાશને એક હજાર રૂપિયાની રોકડ રકમ અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

Leave a Reply

error: Content is protected !!