અમદાવાદમાં છ મહિના પહેલાં કચરાપેટીમાંથી મળેલી બાળકીને ગુજરાતી દંપતીએ દત્તક લીધી

અમદાવાદઃ વર્ષની શરૂઆતમાં પોલીસને એક બાળકી રખિયાલમાંથી કચરાપેટીમાંથી મળી આવી હતી. કોઈ વ્યક્તિને બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો અને તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ બાળકીને પાલડી શિશુ ગૃહમાં મોકલી આપી હતી. આ બાળકીને માન્યતા નામ આપવામાં આવ્યું છે. થોડાં સમયમાં જ માન્યતા શિશુ ગૃહમાં સૌની લાડકી બની ગઈ હતી. હવે, માન્યતાને માતા-પિતાનો પ્રેમ મળશે.

Advertisement

બેંગાલુરુના દંપતીએ દત્તક લીધી મૂળ ગુજરાતના પણ બેંગાલુરુમાં રહેતા ધ્રુવ તથા નિમિતા રાયચુરાએ માન્યતાને દત્તક લીધી છે. સોમવાર (24 જૂન)ની સાંજે માન્યતાને તેના નવા માતા-પિતાને સોંપવામાં આવી હતી. માન્યતાને હાથમાં લેતા જ ધ્રુવ તથા નિમિતાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતાં.

Advertisement

બેંકમાં મેનેજર તરીકે કામ કરતા ધ્રુવે કહ્યું હતું કે તેઓ પહેલેથી જ એક દીકરી દત્તક લેવા માગતા હતાં. હવે તેમનું જીવન સંપૂર્ણ બન્યું છે. નિમિતા પણ અત્યાર સુધી બેંકમાં મેનેજર તરીકે કામ કરતી હતી. જોકે, દીકરીને દત્તક લીધા બાદ નિમિતાએ નોકરી છોડી દીધી છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!