સિરિયલમાં બધાને હસાવનાર જેઠાલાલ દીકરીને દુલ્હનના વેશમાં જોતા જ ભાવુક થઈ ગયા, જુઓ આંખો અંજાવી દેતા લગ્નની તસવીરો

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના લગ્ન 8 ડિસેમ્બરના રોજ નાશિકમાં યોજાયા હતા. આ લગ્નમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં. 11 ડિસેમ્બરે મુંબઈની હોટલમાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. હવે દિલીપ જોષીએ સો.મીડિયામાં દીકરીના લગ્નની તસવીરો શૅર કરી છે.

Advertisement

તસવીરો શૅર કરીને ભાવુક મેસેજ લખ્યો
દિલીપ જોષીએ દીકરીના લગ્નની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘તમે ફિલ્મ્સ તથા ગીતોમાંથી લાગણી ઉછીની લઈ શકો છો, પરંતુ જ્યારે તમારી સાથે આ પહેલી જ વાર બને ત્યારે તે અનુભવ અપ્રિતમ હોય છે.

Advertisement

મારી નાનકડી દીકરી નિયતા તથા અમારા પરિવારમાં સામેલ થયેલ અમારા દીકરા યશોવર્ધનને આ નવી સફર માટે ઘણી જ શુભેચ્છા. અમને શુભેચ્છા મોકલનાર તથા આશીર્વાદ આપનાર તમામ વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.’

ઉલ્લેખનીય છે કે દીકરીને દુલ્હન તરીકે જોતાં જ દિલીપ જોષી તથા તેમના પત્ની જયમાલા એકદમ ભાવુક થઈ ગયા હતા. દિલીપ જોષી દીકરીને જોતા જ રહી ગયા હતા.

મુંબઈમાં રિસેપ્શન યોજાયું હતું
નિયતિ જોષી તથા યશોવર્ધનના વેડિંગ રિસેપ્શનમાં ‘તારક મહેતા..’ના કલાકારો જેમાં, સુનૈના ફોજદાર (અંજલિભાભી), પલક સિધવાણી (સોનુ), સમય શાહ (ગોગી), કુશ શાહ (ગોલી), પ્રિયા આહુજા (રિટા રિપોર્ટર), માલવ રાજડા (સિરિયલના ડિરેક્ટર), અમિત ભટ્ટ (બાપુજી),

મુનમુન દત્તા (બબીતા) હિમાની શિવપુરી, સરિતા જોષી, કિકુ શારદા, તનાઝ ઈરાની, શૈફાલી શાહ સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા. જોકે, રિસેપ્શનમાં દયાભાભી એટલે કે દિશા વાકાણી આવી નહોતી.

કોણ છે યશોવર્ધન?
યશોવર્ધન મિશ્રા જાણીતા લેખક તથા ગીતકાર અશોક મિશ્રાનો દીકરો છે. અશોક મિશ્રા શ્યામ બેનેગલની ફિલ્મ ‘વેલકમ ટુ સજ્જનપુર’ના રાઇટર હતા.

આ ફિલ્મમાં તેમણે ‘સીતા રામ..’, ‘દિલદરા દિલદરા…’, ‘આદમી આઝાદ હૈ…’, ‘મુન્ની કી બારી હૈ..’ જેવાં ગીતો લખ્યાં હતાં. વાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષીના જમાઈની કરવામાં આવે તો યશોવર્ધન ફિલ્મ-ડિરેક્ટર તથા રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે.

દિલીપ જોષીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. આ પહેલાં તેણે ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!