લગ્નને માંડ થયા હતા 9 મહિના, પત્નીને ઉંઘમાંથી ઉઠાડી, પછી ખેલાયો ખતરનાક ખેલ

એક રુંવાડાં ઉભા કરી દેતો બનાવ બન્યો છે. પતિ તેની પત્ની પર બેસબોલ લઈને તૂટી પડ્યો હતો. ઉપરાઉપરીથી વારથી લોહીલુહાણ થઈ ગયેલી પત્નીનું ગળું દબાવીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આ જઘન્ય હત્યાનું કારણ જાણીને પરિવારજનો જ નહીં પોલીસ પણ ચોંકી ગઈ હતી. દિલ્હી નજીકના ગાજિયાબાદમાં સોમવારે પરિણીતાની હીચકારી હત્યાએ બધાને હચમચાવી દીધા હતા.

Advertisement

મિસલગઢી વિસ્તારમાં 24 વર્ષીય ટીના નામની પરિણીતાની વહેલી સવારે ઘાતકી હત્યા કરી નાખી હતી. ટીનાની હત્યા તેના જ પતિ ગૌરવ (26)એ કરી હતી. ગૌરવ નેશનલ હાઈવે પર આવેલી એન્જિનિયરિંગ કોલેજ પાસે કૃષ્ણમ નામનું કેફે ચલાવે છે. ટીના અને ગૌરવના નવ મહિના પહેલા જ લગ્ન થયા હતા.

Advertisement

પતિને લાગતું કે નાનાભાઈનું વધારે ધ્યાન રાખે છે
ગૌરવનું માનવું હતું કે પત્ની ટીના તેને પ્રેમ નથી કરતી, પણ તેના નાના ભાઈનું વધારે ધ્યાન રાખતી હતી. ગૌરવ ને શંકા હતી કે તેની પત્ની અને તેના ભાઈ વચ્ચે અફેર છે. બીજી તરફ ગૌરવ રોજ દારૂ પીને ઘરે આવતો હતો, જે ટીનાને પસંદ નહોતું. જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

રાત્રે ખૂબ દારૂ પીધો
ગૌરવ કોઈ પણ રીતે ટીનાથી અલગ થવા માંગતો હતો. એટલા માટે તે બે દિવસ પહેલા જ ઘરેથી ભાગીને જયપુર ચાલ્યો ગયો હતો. પણ પરિવારના સભ્યો તેને જયપુરથી મનાવીને ફરી ઘરે લાવ્યા હતા.રાત્રે તેણે ખૂબ દારૂ પીધો હતો. તેણે વિચારી લીધું હતું કે તે પત્ની ટીનાથી અલગ નહીં થઈ શકે, એટલા માટે તેને મોતને ઘાટ ઉતારવાનો ખતરનાક પ્લાન બનાવ્યો હતો.

વહેલી સવારે બેસબોલ લઈને તૂટી પડ્યો
સોમવારે સવારે અંદાજે 4 વાગ્યે ગૌરવની ઉંઘ ઉડી હતી, ત્યારે ટીના સુઈ રહી હતી. ગૌરવે તેને ઉઠાડી અને મારપીટ શરૂ કરી દીધી હતી. તેણે પહેલા બેસબોલથી ટીનાનું મોથું ફોડી નાખ્યું હતું. પછી બેસબોલથી ઉપરાઉપરી અનેક વાર કર્યા હતા. ટીનાએ ચીસો પાડતી રહી હતી, આમ છતાં ઘરના હાજર સભ્યો બચાવવા આવ્યો નહોતા.

હત્યા કરીને ભાગી ગયો
બેસબોલથી અનેક વાર પછી ગૌરવને લાગ્યું કે ટીનાના શ્વાસ હજી ચાલુ છે અને તે બચી જશે એટલા માટે તેણે ચૂંદડી લઈને ટીનાનું ગળું દબાવી દીઘી હતું. ત્યાર બાદ તેણે દરવાજો ખોલ્યો હતો. પરિવારના લોકો પણ આવી ગયા હતા પરંતુ કોઈ કઈં બોલ્યું નહીં. થોડીવાર બાદ તે અંદાજે 5 વાગ્યે ઘરેથી ભાગી ગયો હતો. પછી સાડા પાંચ વાગ્યે ગોવિંદપુરમ પાર્કમાં લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યો હતો. જેની જાણકારી એક સંબંધીએ પોલીસને આપી હતી.

7 વાગ્યે પોલીસ ઝડપીને ઘરે લાવી
અંદાજે 6 વાગ્યે ગૌરવના પરિવારજનો ઘરે તાળું મારીને ફરાર થઈ ગયા હતા. પોલીસ ગૌરવને લઈને ઘરે 7 વાગ્યે પહોંચી હતી. જ્યારે ગૌરવનો દારૂનો નશો ઉતરી ગયો ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેને લાગતું હતું કે ટીના તેને પ્રેમ નથી કરતી અને તેના નાના ભાઈનું બહુ ધ્યાન રાખે છે. તેને શક હતો કે, બંને વચ્ચે કઈંક ચાલી રહ્યું છે, જોકે તેને આના પૂરાવા મળ્યા નહોતા.

હત્યામાં ઉપયોગમાં લેવાયેલ બેસબોલ જપ્ત
પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે ટીનાની હત્યામાં ઉપયોગમાં લેવાયેલ બેસબૉલનું બેટ અને દુપટ્ટો જપ્ત કરવામાં આવ્યો છે. હત્યા પાછળ ગૌરવનો નશો અને પત્ની પર શક કરવાનું કારણ સામે આવ્યું છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!