ગીરના જંગલમાં આવેલું મહાદેવનું મંદિર વર્ષમાં માત્ર 2 વાર દર્શન માટે ખુલે છે, જાણો કેમ? ઈતિહાસ છે રસપ્રદ

પવિત્ર શ્રાવણ માસ એટલે શિવજીનો મહિનો અને શિવમંદીરોમાં ભકતોનુ ઘોડાપુર ઉમટી પડે છે અને શિવાલયો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠે છે. પવિત્ર શ્રાવણ માસમાં આપણે એક એવા શિવમંદીરના વાત કરી રહ્યા છીએ જે પ્રકૃતિની ગોદમાં એટલે કે ગીર જંગલ વિસ્તારમાં આવેલુ છે. ગીર સોમનાથનાં ગીરગઢડા પાસે બાબરીયાનાં જંગલમાં આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર ગીર જંગલ સેન્ચ્યુરી વિસ્તારમાં આવેલું છે. તો ચાલે તમને ઘરબેઠા પાતાળેશ્વર મહાદેવના દર્શન કરાવીએ…

Advertisement

તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષમાં માત્ર બે વખત જ શ્રદ્ધાળુઓને આ મંદિરમાં દર્શન કરવા માટે મંજુરી મળે છે. એક શિવરાત્રી દરમિયાન 5 દિવસ અને બીજા આખા શ્રાવણ માસમાં, ભાવિકોને દર્શન કરવા માટે વન-વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવે છે. અતિ પ્રાચીન આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડે છે.

Advertisement

આમ તો ગીરમાં અનેક ફરવા લાયક કુદરતી સ્થળો અને મહાભારત સમયના અનેક શિવલિંગો આવેલા છે. વાત કરીએ અતિ રમણીય જગ્યા પર આવેલું પાતાળેશ્વર મહાદેવનું તીર્થ સ્થાન બાબરિયા ગામથી આઠ કિલોમીટર અંદર બાબરીયા જંગલમાં આવેલું છે. આખુ વર્ષ સામાન્ય લોકો માટે આ પ્રતિબંધિત વિસ્તાર હોવાના કારણે વન વિભાગ દ્વારા આ શિવાલયની જાળવણી કરાય છે.

મધ્યગીરમાં આવેલ આ પાતાળેશ્વર મંદિરનો ગરુડ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પતંજલિ ઋષિનાં સમયે પણ આ મંદિર હાલની આ જગ્યાએ જ હતું. અને આ શિવલિંગ સ્વયંભૂ એટલે કે પાતાળમાંથી પ્રગટ થયેલું શિવલિંગ છે. આ શિવાલય સાથે માલધારીઓની મોટી આસ્થા જોડાયેલી છે. એવી પણ માન્યતા છે કે આ શિવલિંગના દર્શન કરનારને મન વાંછિત ફળ મળે છે.

એવી પણ લોકવાયકા છેકે હજારો વર્ષો પહેલા પાંડવો એ પોતાના વનવાસ દરમ્યાન 7 વર્ષ અને 4 મહિના ગીરનાં જંગલમાં વસવાટ કર્યો હતો. ભીમને એવું વ્રત હતું કે તેઓ શિવજીનાં દર્શન અને પૂજા કર્યા સિવાય ભોજન લેતા ન હતા, જેથી પાંડવો એ ગીરમાં પ્રાચીન શિવાલયો શોધ્યા હતા. રૂધિરેશ્વર, બાણેશ્વર, ભીમચાસ, ભીમદેવળ, કુશેશ્વસર, બથેશ્વર સહિતનાં આ પાતાળેશ્વર મહાદેવ મંદિરની પૂજા પાંડવો કરતા હતા.

બાબરીયાનું આ જંગલને 1990 માં સેન્ચુરી એરિયા જાહેર કરવામાં આવ્યું હતું. અહીં સિંહો, દીપડા સહિતનાં પ્રાણીઓનું રહેઠાણ ગણવામાં આવે છે. બસ અહીં સંભળાય છે તો માત્ર ડાલા મથ્થાની ડણક, જે ભલ ભલાના હાજા ગગડાવી નાખે. એવું પણ કહેવાય છે કે આ શિવાલય સાથે માલધારીઓની મોટી આસ્થા જોડાયેલી છે. .આ શિવલિંગ પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયું હતું, જેથી તે પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!