દેશનું એકમાત્ર મંદિર જ્યાં સ્ત્રી સ્વરૂપમાં બિરાજમાન છે હનુમાનદાદા, માત્ર પુજા કરવાથી તમામ રોગમાંથી મળે છે મુક્તિ

સૌ કોઈ બજરંગબલી બ્રહ્મચારી હતા, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં એક એવી જગ્યા છે જ્યાં તેમની નારી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ અનોખું મંદિર છત્તીસગઢના બિલાસપુરથી અંદાજે 25 કિમી દૂર રતનપુર ગામમાં આવેલું છે. આ દેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી સ્ત્રી સ્વરૂપમાં બિરાજમાન છે. આ એક પ્રાચીન મંદિર છે જે ખુબ જ જૂનું છે. માન્યતા છે કે આ મંદિરમાં આવીને કરવામાં આવેલી પુજાનો લાભ જરૂર મળે છે અને બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે.

Advertisement

ગિરિજાબંધ હનુમાન જી નામનું આ મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે અને દૂર દૂરથી લોકો આ મંદિરમાં બજરંગબલીના દર્શન કરવા માટે આવે છે. મંગળવારના દિવસે આ મંદિરમાં ખાસ ભીડ પણ જોવા મળે છે. આ મંદિરને કારણે આ ગામ આખા ભારતમાં જાણીતું છે.

Advertisement

એવી માન્યતા છે કે આ મંદિરમાં હનુમાનજીના નારી સ્વરૂપની પૂજા કરવા પાછળની કથા સો-બેસો વર્ષ જૂની નથી, પરંતુ દસ હજાર વર્ષ જૂની છે. જે લોકો અહીં આવીને હનુમાનજીની પુજા કરે છે તેમની દરેક કામના પૂર્ણ થાય છે. એટલું જ નહીં હનુમાનજી તેમની રક્ષા પણ કરે છે. આજદીન સુધી કોઇ ભક્ત અહીંથી નિરાસા લઇને પરત ફર્યો નથી. તો આ મંદિર સાથે એક પૌરાણીક કથા પણ જોડાયેલી છે.

શું છે આ મંદિર સાથે જોડાયેલી પૌરાણીક કથા
ગિરિજાબંધ હનુમાન મંદિર સાથે જોડાયેલી પૌરાણીક કથા પ્રમાણે રાજા પૃથ્વી દેવજુ હનુમાનજીના ભક્ત હતા. એક વખત તેઓને કુષ્ઠ રોગ થઇ ગયો હતો. તેઓ દર મંગળવારે હનુમાનજીની પુજા કરતાં હતા અને તેમને આશા હતી કે એક દિવસ હનુમાન જી આ રોગ મટાડી દેશે. એક દિવસે તેમને હનુમાનજી સપનામાં આવ્યા. સપનામાં હનુમાન જીએ તેઓને કહ્યું કે મહામાયા કુંડમાં તેમની મૂર્તિ છે. એ મૂર્તિને બહાર કાઢી મંદિરમાં સ્થાપિત કરે.

આ સપના બાદ તેઓએ સૌથી પહેલા એક મંદિરનું નિર્માણ કરાવ્યું અને સાથે જ મહામાયા કુંડમાંથી એ મૂર્તિ બહાર કઢાવી અને મંદિરમાં સ્થાપિત કરાવી. મહામાયા કુંડમાંથી જે મૂર્તિ રાજાએ લઇને મંદિરમાં સ્થાપિત કરાવી હતી એ મૂર્તિ સ્ત્રી સ્વરૂપમાં હતી. આ મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરતાં જ રાજાનો રોગ મટી ગયો. ત્યારથી આ મંદિરમાં હનુમાન જીની મૂર્તિ સ્રી સ્વરૂપમાં બિરાજમાન છે. રોજ આ મૂર્તિનો શ્રૃંગાર સારી રીતે કરવામાં આવે છે.

શ્રૃંગારથી સજ્જ આ મૂર્તિના ડાબા ખભા પર ભગવાન રામ અને જમણા ખભા પર લક્ષ્મણજી બિરાજમાન છે. તો જમણા પગની નીચે અહિરાવણ અને ડાબા પગ નીચે કસાઇ દબાયેલો છે. માન્યતા છે કે કોઇપણ રોગથી પીડિત વ્યક્તિ અહીં આવી હનુમાનજીની પુજા કરે છે તેઓને એ રોગથી મૂક્તિ મળી જાય છે. અહીં આવી પુજા કરવાથી દુઃખોનો નાશ થઇ જાય છે. દરેક મંગળવારે આ મંદિરમાં ખાસ ભીડ જોવા મળે છે અને દૂર દૂરથી લોકો આવી અહીં હનુમાનજીની સામે સાગના તેલનો દિપક કરે છે.

હનુમાનજીના આ મંદિરને ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં ભક્તોને દરેક સુવિધા આપવામાં આવી છે. મંદિરની પાસે જ અનેક ધર્મશાળા આવેલી છે. જ્યાં ભક્તો રાતવાસો કરી શકે છે. હનુમાનજીના આ મંદિર સિવાય અહીં મા મહામાયા દેવીનું પણ મંદિર આવેલું છે. આ મંદિરને કારણે આ જગ્યાને મહામાયા નગરી પણ કહેવામાં આવે છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!