ગરીબ રિક્ષા ડ્રાઈવરે બતાવી એવી ઈમાનદારી કે પોલીસે પણ સલામ ઠોકીને કર્યું સન્માન, જુઓ તસવીરો

આણંદ શહેરમાં છેલ્લાં કેટલાંય સમયથી પરીક્ષામાં મુસાફર તરીકે બેસાડયા બાદ મુસાફરનાં સવાંગમાં સોનાની ચેન, મોબાઈલ સહિત અન્ય કિંમતી માલ-સામાનની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી. જેને કારણે મોટાભાગના શહેરીજનોમાં રીક્ષાચાલકોએ પરનો ભરોસો રહ્યો નહોતો. કેમ કે, રીક્ષા ચાલકોની જ તેમાં સંડોવણી ખૂલી હતી. ત્યારે આણંદ શહેરમાં રહેતા એક રીક્ષા ચાલકે લૂંટ-ચોરીમાં સંડોવાયેલા રીક્ષા ચાલકો અને તેમના સાગરિતો પ્રામાણિકતાના પાઠ શીખે તેવું પગલું ભર્યું છે.

Advertisement

સમગ્ર બનાવની હકીકત એવી છે કે, મૂળ કરમસદના વતની અને છેલ્લાં કેટલાંય વર્ષોથી વિદેશમાં સ્થાયી થયેલા ભાવનાબેન પરેશભાઈ પટેલે ગત છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ વતન આવ્યા હતા. તેઓએ કરમસદથી રીક્ષા ભાડે કરી આણંદ બજારમાં ખરીદી કરવા નીકળ્યા હતા. આણંદ આવતા જ તેઓ રીક્ષામાંથી ઉતરી ગયા હતા. જોકે, રીક્ષાચાલક ઈકબાલભાઈએ અબ્દુલભાઈ વહાને ભાડું ચૂકવ્યા બાદ રીક્ષા ચાલક ત્યાંથી નીકળી ગયો હતો અને ભાવનાબેન પણ બજારમાં ફરવા લાગ્યા હતા.

દરમિયાન, અચાનક જ તેમને પોતાની પાસે રહેલો થેલો યાદ આવ્યો હતો, કે જે તેઓ રીક્ષામાં ભૂલી ગયા હતા. થેલો પાછો કેવી રીતે મેળવવો એ વિચારે તેઓ આણંદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બીજી તરફ રીક્ષા ચાલક પણ મહિલા નો થેલો પરત આપવા માટે જ્યાંથી બહેનને બેસાડયા હતા ત્યાં ગયો હતો પરંતુ તેમને કંઈ મળ્યું નહોતું. બીજી તરફ આ અંગેની જાણ આણંદ શહેર પોલીસને થતાં તેમણે સીસીટીવી ફૂટેજના ચકાસણી કરી હતી.

Advertisement

રીક્ષાના નંબરના આધારે તુરંત જ રીક્ષાચાલક ઈકબાલભાઈએ સંપર્ક કરી આણંદ શહેર પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. જ્યાં તેમણે મહિલાને તેમનો થેલો પરત કર્યો હતો. રસપ્રદ બાબત તો એે હતી કે, થેલામાં 1500 યુએસ ડોલર, રોકડા રૂપિયા 35 હજાર અને અન્ય સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 7 લાખ હતા. આમ, રીક્ષાચાલકે પણ થેલામાં માલ-મતાની ચિંતા કર્યા વિના મૂળ માલિકને શોધીને તેને સોંપવા અને શહેર પોલીસે પણ રીક્ષાચાલકને શોધી આપવામાં અગ્રીમ ભૂમિકા ભજવી હતી. જેને પગલે એનઆરઆઈ મહિલા ભાવવિભોર બની ગયા હતા અને તેમણે પ્રમાણિક રીક્ષા ચાલક અને પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.

Advertisement

Leave a Reply

error: Content is protected !!