ગુજરાતના આ ગામના વતની છે ફેમસ સિંગર ફરીદા મીર, જુઓ કીચનથી લઈને બેડરૂમની અંદરની તસવીરો
ગુજરાતમાં પોતાના કર્ણપ્રિય અવાજથી આજે અલ્પા પટેલથી લઈને ગીતા રબારી સુધી ઘણા ડાયરા કલાકારોએ લોકોના દીલમાં સ્થાન મેળવ્યું છે. ડાયરાની વાત આવે એટલે ઘણા એવા કલાકારો છે તેનું નામ લીધા વગર તમે રહી ન શકો. આવા જ એક મહિલા કલાકાર એટલે ફરીદા મીર. એક સમયે તેમનું નામ ડાયરા કલાકારમાં મોખરે હતુ. પણ હાલના સમયમાં ઘણા લોકો તેમના વિશે ભૂલી ગયા હશે, તો ચાલો આજે અમે આપને ફરીદા મીરના જીવનથી રુબરુ કરાવીએ. ફરીદા મીરનું ઘર પણ ખૂબ જ આકર્ષક છે અને લક્ઝુરિયસ છે.
પહેલાં રાજકોટ પછી સૌરાષ્ટ્ર અને હવે ગુજરાતભરમાં ખ્યાતી મેળવનાર ફરીદા મીરનો જન્મ પોરબંદરમાં થયો હતો. હાલ અમદાવાદના પોશ વિસ્તારમાં વિશાળ પેન્ટહાઉસમાં રહે છે. તેમની અત્યારની સક્સેસ રાતોરાત નથી આવી એ માટે ફરીદા મીરે જીવનના શરૂઆતના તબક્કામાં ખૂબ સંઘર્ષ કર્યો છે.
પોરબંદરમાં જન્મેલા અને રાજકોટમાં ઉછરેલા ફરીદા મીરે ધોરણ 10 બાદ અભ્યાસ છોડીને સિંગિગમાં હાથ અજમાવ્યો હતો. શરણાઈવાદક પિતા સાથે નાનપણથી ભજન કાર્યક્રમમાં જતાં ફરીદા મીરને ધીમે ધીમે સંગીત પ્રત્યે પ્રેમ જાગ્યો હતો. ફરીદા મીરે માત્ર 14 વર્ષની નાનકડી ઉંમરે જ લગ્ન ગીતોથી કરિયરની શરૂઆત ફરીદા મીરના સૂરનો જાદુ ધીમે ધીમે ચાલવા લાગ્યો.
આજે સૌરાષ્ટ્રનું ભાગ્યે જ કોઈ એવું ગામડું બાકી હશે જ્યાં ફરીદા મીરના ડાયરાનો કાર્યક્રમ ન યોજાયો હોય. ફરીદા મીરના અવાજનો જાદુ ગુજરાત સિવાય વિદેશમાં પણ ચાલ્યો છે. તેમણે યુકે, બેંગકોક સહિતના અનેક દેશોમાં ઘણા કાર્યક્રમો કર્યા છે. ફરીદા મીરે 1 હજાર જેટલા ભજન અને ગીત આલ્બમ કરી ચૂક્યા છે.
ફરીદા મીરના શોખની વાત કરીએ તો તેમને દરિયાકિનારે ફરવા જવાનું ગમે છે. તેમને શુદ્ધ કાઠિયાવાડી ભોજન પસંદ છે. ફરિદા મીર સામાજિક સેવાઓ સાથે પણ જોડાયેલા છે. તેઓ ગુજરાતમાં ગૌરક્ષા અધ્યક્ષ તરીકે સમાજિક જવાબદારી સંભાળી છે.
સિંગિગ ઉપરાંત અભિનયમાં પણ ફરીદા મીર યોગદાન આપી ચૂક્યા છે. ફરીદા મીરે 26 વર્ષની ઉંમરે ગુજરાતી ફિલ્મ ‘દુખડા હરો દશામા’માં અભિનિય કર્યો હતો. તેમણે આ સિવાય પણ અનેક ગુજરાતી ફિલ્મમાં લીડ રોલમાં અને મહેમાન કલાકાર તરીકે અભિનય કર્યો છે.
તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. તેમનું ઘર ખૂબ જ આલીશાન અને વૈભવશાળી છે. ફરીદા મીરના અમદવાદના મેમનગરમાં આવેલા પાંચ બેડરૂમના પેન્ટહાઉસની વાત કરીએ તો તેમાં ચાર ડિઝાઈનર બાથરૂમ છે. કોર્નર પરના એપાર્ટમેન્ટમાં એક બેડરૂમની જગ્યામાં કીચન આવેલુ છે.દરેક બેડરૂમમાં જુદી જુદી થીમ પર ફર્નિચર છે. પેન્ટ હાઉસના ઉપરના ભાગે ખુલ્લી જગ્યામાં આરમ કરવા માટે હિચકો મુકવામાં આવ્યો છે.
ફરીદા મીરનું ઘર ખૂબ જ આકર્ષક છે અને તેમના બેડરૂમ પણ લક્ઝુરિયસ છે. ખરેખર આવું ભાગ્યે જ કોઈ બીજા કલાકારોનું ઘર હશે. ફરીદા મીર અનેક સમય સુધી બોલબાલા હતી પરંતુ જ્યારથી બીજા નવા સંગીત કલાકાર આવ્યા ત્યારે પછી તેમની કારકિર્દી અટકી ગઈ પરતું લોકપ્રિયતા એવી ને એવી જ છે.
ખરેખર ફરીદા મીર ગુજરાતની ગૌરવવંતી મહિલા છે, જેઓ આજે અથાગ પરીશ્રમ થકી સફળતાપૂર્વક પોતાનું જીવન જીવી રહી છે. હાલમાં પણ તેઓ લોક ડાયરાઓ અને લગ્નગીતોમાં ગીતો ગાયને રમઝટ બોલાવે છે.