પ્લીઝ કોઈના ભરોસે તમારું બાળક ન છોડતા, આયાએ ભૂખથી તડપતા 2 વર્ષના માસૂમ સાથે જે કર્યુ તે વાંચીને આંચકો લાગશે
એક હચાવતી ઘટના સામે આવી છે. બે વર્ષના બાળકની સાથે ઘરમાં કામ કરતી આયાની હૈવાનિયતનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભૂખથી તડપતા માસૂમને એક આયા પહેલા ચાર ફડાકા મારી દે છે, એટલેથી ન અટકતા તે પીઠ અને પેટમાં એક પછી એક અનેક મુક્કા મારતી જોવા મળે છે. મહિલાની ક્રૂરતા અહીં જ ખતમ નથી થતી. આયા રડતાં બાળકને વાળ ખેંચે છે, તો પલંગ પર બેઠેલા માસૂમનું ડોકું પકડીને પથારી પર પટકે છે.
જે બાદ બાળકની તબિયત બગડી જાય છે. આયાની કરતૂત ઘરમાં લગાડવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે. મામલો મધ્યપ્રદેશના જબલપુરના માઢોતાલ પોલીસ સ્ટેશનના સ્ટાર સિટીનો છે. પોલીસે હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી જેલહવાલે કરી છે.
બાળકના આંતરડામાં ઈન્ફેક્શન
માઢોતાલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રીના પાંડેએ જણાવ્યું કે વીજળી કંપનીના જૂનિયર એન્જિનિયર મુકેશ કુમાર વિશ્વકર્માએ સોમવારે ફરિયાદ કરી છે. તેમને જણાવ્યું કે તેમની પત્ની જિલ્લા કોર્ટમાં નોકરી કરે છે. તેમનો બે વર્ષ પુત્ર માનવિક છે. પિતા લકવાગ્રસ્ત છે અને બહેન માનસિક રોગી. બંનેની સારસંભાળ મુકેશની મા કરે છે.
મુકેશે જણાવ્યું કે સવારે પતિ-પત્ની બંને ઓફિસે જતા રહે છે. એવામાં પુત્ર માનવિકની સારસંભાળ માટે એક વર્ષ પહેલા ચમન નગરની રજની ચૌધરીને આયા તરીકે નોકરી પર રાખી. છેલ્લા એક મહિનાથી પુત્ર ઉદાસ રહેતો હતો. ઠીકથી ખાવાનું પણ ખાતો ન હતો. તેઓ તેમને ડોકટર પાસે લઈ ગયા. ડોકટરે માનવિકના આંતરડામાં ઈન્ફેક્શન હોવાનું જણાવ્યું. ડોકટરે તેનું કારણ ગુટખા-તંબાકૂ અને એઠું ખાવાનું અપાતું હોવાનું ગણાવ્યું.
CCTV ફૂટેજ જોયા તો હોશ જ ઊડી ગયા
મુકેશના જણાવ્યા છેલ્લા એક મહિનાથી તેમના મમ્મી, પપ્પા અને બહેનને લઈને ગોટેગાંવ જતા રહ્યાં હતા. ઓફિસ જતાં રહ્યાં બાદ પુત્ર આયાની સાથે જ રહેતો હતો. ડોકટરને મળીને આવ્યા બાદ તેમને ઘરમાં લગાડવામાં આવેલા CCTVના ફુટેજ જોયા જેને જોતાં જ હોશ ઊડી ગયા. જે બાદ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે રજની ધરપકડ કરી લીધી છે.