પ્રસંગમાં જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત, માતા, પુત્ર અને પુત્રીના કમકમાટીભર્યા મોત
એક હ્રદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. પાટણના વાગડોદ નજીક ડમ્પર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. આમ એક જ પરિવારના માતા, પુત્રી અને પુત્ર એમ ત્રણેયના મોત થયા છે. બાઈક ચાલક પુત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પરિવાર હવન પ્રસંગે જઈ રહ્યો હતો
ડીસાના તાલુકાના સામઢી ગામે હવન પ્રસંગે જઈ રહ્યા હતા. ત્યારે તેઓની બાઈકને અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારના ત્રણેય સભ્યોના મોત થયા હતા. માતા કમળાબેન જોમાભાઈ રબારી, પુત્રી સુસ્મિતા જોમાભાઈ રબારી તેમજ પુત્ર આશિષ જોમાભાઈ રબારીનું અકસ્માતમાં મોત થયું છે.
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેમજ અનેક લોકો અકસ્માતમાં મોતને પણ ભેટી રહ્યા છે. વાહન ચાલકોની ગફલતભરી ડ્રાઈવીંગના કારણે અથવા અન્ય કારણોસર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે પાટણના વાગદોડ નજીક ડમ્પર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
એક જ પરિવારના ત્રણના મોતથી માતમ
સરસ્વતી તાલુકાના રેચવી ગામના માતા અને પુત્રીના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાઈક ચાલક પુત્રને ગંભીરઈજા પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. રેતી ભરેલા ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા માતમ છવાઈ ગયો છે.