વડોદરાના 13 અને 14 વર્ષના બે તરુણો વૈભવી જીવન ત્યાગી સુરતમાં દીક્ષા ગ્રહણ કરશે

વડોદરાઃ

Advertisement
જૈન સમાજમાં વૈભવી જીવન ત્યાગીના સંયમી જીવન જીવવાનું સામાન્ય બની ગયું છે. મોટેરાથી લઈને નાના બાળકોમાં પણ સંયમનો માર્ગ અપનાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જૈન લોકો સાંસારિક જીવનને ત્યાગ કરી આધ્યાત્મના માર્ગે જીવન પસાર કરવા માટે નિર્ણય લેતા હોય છે. ત્યારે વડોદરામાં 13 અને 14 વર્ષના બે તરુણો તક્ષ શાહ અને વંદન શાહ નાની ઉંમરે સંયમનો માર્ગ અપનાવવાના મનોરથ સાથે દીક્ષા ગ્રહણ કરશે.

મહાઅભિષેકનું આયોજન
આજરોજ અલકાપુરી જૈન સંઘ ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય આચાર્ય ચંદ્રજીત, સુરી મહારાજ સાહેબ અને આચાર્ય ઇન્દ્રજીત સુરી મહારાજ સાહેબની નિશ્રામાં આ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આજે મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું
વડોદરાના બે બાળકો 21મી જાન્યુઆરીએ સુરત ખાતે આચાર્ય રત્નસુંદરસૂરી મહારાજ સાહેબની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરશે. તક્ષ અનીષ કુમાર શાહ 13 વર્ષની ઉંમરે એલેમ્બિક વિદ્યાલયમાં ધોરણ 7મા અભ્યાસ કરે છે.

જ્યારે વંદન ભરતભાઈ શાહ 14 વર્ષની ઉંમરે બરોડા હાઇસ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. આ બંને મુમુક્ષ તક્ષ અને વંદનના આ ભાગવતી પ્રવજ્યા (દીક્ષા) નિમિત્તે આજે મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 જાન્યુઆરીના રોજ સવારે 7:30 કલાકે મુમુક્ષુઓના વિદાયનો કાર્યક્રમ યોજાશે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!