ઠગ હર્ષિલના ફોટાવાળી 20 લાખની જીપ કંપાસ ક્રાઈમ બ્રાન્ચના PSI પાસે, આ કારનો માલિક કોણ?

મહા ઠગ હર્ષિલ લિંબચિયા સાથે સંકળાયેલી કાર ક્રાઇમ બ્રાન્ચનાં પીએસઆઇ લઈને ફરતા હોવાના ફોટા વાઇરલ થતાં ભારે વિવાદ ઊભો થયો છે. આ અંગે 20 લાખની કિંમતની વૈભવી કાર લઇને નિયમિત રીતે ભદ્ર કચેરી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે આવતા પીએસઆઈનો સંપર્ક વારંવાર કરવાનો પ્રયત્ન કરતા પીએસઆઈએ ફોન નહિ ઉઠાવતા શંકા મજબૂત બની છે.

Advertisement

માંજલપુર પોલીસ મથકને જ પોતાની ઓફિસ બનાવી છેતરપીંડી ઠગાઈ સહિતની ગેરકાયદેસર પ્રવૃતિ કરનારા હર્ષિલ સાથે પોલીસ અધિકારી સહિતના અન્ય સ્ટાફની સંડોવણી હોવાની ફરિયાદ ઉઠતાં તપાસ કરવામાં આવી હતી. હાલમાં જ માંજલપુર પોલીસ મથકના એક પીએસઆઈ સહિત 9ને સસ્પેન્ડ કરાયા છે. એ પૈકી મોટા ભાગના ઠગ હર્ષિલ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે.

Advertisement

ત્યારે ક્રાઈમ બ્રાન્ચ ના પીએસઆઈ રાકેશ ટોરાણી લાલ કલરની 20 લાખ રૂપિયાની કિંમત ધરાવતી વૈભવી જીપ કંપાસ લઇને રોજ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે આવે છે. એ જીજે06એલઇ9097ના ફોટા હાલમાં ઠગ હર્ષિલ સાથે સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયાં છે. જોકે એક ફોટા ઉપર 2019 ફેબુઆરી 12 તારીખ લખેલી છે. બાકીના ફોટા ઉપર તારીખ લખેલી નથી. કારનો માલિક હોય એ રીતે ફોટા હર્ષિલે પડાવ્યા છે. કાર ઉપર ભાજપનું કમળ દોર્યું છે.

હર્ષિલ સરકારના મથાળા હેઠળ જુદા જુદા ફોટા સુરત અને અમદાવાદમાં લેવાયા હોવાનું લખ્યું છે. જાણીતા અખબારે આ અંગે તપાસ કરતા કારના માલિક હાલમાં અશ્વિન બાબુભાઈ ચૌધરી રહે, આત્મીય પ્રિન્સ વિલા, કોલેબરા પાસે, ગોત્રી રોડ હોવાનું આરટીઓમાં નોંધાયેલું છે. તો અગાઉ હર્ષિલ સાથે સંકળાયેલી કાર હાલમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ પાસે કેવી રીતે આવી એ સવાલ ઉભો થયો છે. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલામાં તપાસ કરશે કે કેમ? એવો સવાલ ઊભો થયો છે.

જીપ કંપાસ કાર મારા મિત્ર સાહેબ કોઈ વાર લઈ જાય છે
આરટીઓમાં આ કાર અશ્વિન ચૌધરીના નામે નોંધાયેલી છે એમનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, આ કાર મે 2020માં લીધી હતી. એ પછી મારી કાર મે કોઈને આપી નથી. હા મારા મિત્ર એક સાહેબ છે એ કોઈ વાર મારી પાસેથી જરૂર હોય ત્યારે કાર લઈ જાય છે. મેં એજન્ટ પાસેથી સેકન્ડ હેન્ડ લીધી હતી, એ પેહલા હર્ષિલ પાસે હોય તો ખબર નથી. પરંતુ મારા લીધા પછી કોઈ દિવસ હર્ષિલને આપી નથી એવું હું ચોક્કસ કહી શકું છું.

હાલમાં આ અંગે જાણકારી નથી, તપાસ કરવામાં આવશે : ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ
હર્ષિલ સાથેના ફોટા વાળી 20 લાખ રૂપિયાની જીપ કંપાસ કાર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ ટોરાણી લઈને રોજ ક્રાઈમ બ્રાન્ચમાં આવતા હોવાની જાણકારી આપતાં ડીસીપી ક્રાઈમ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં આ અંગે કોઈ જાણકારી નથી. પરંતુ આ મામલે તપાસ જરૂર કરવામાં આવશે અને માલિકી અંગે પણ તપાસ કરવામાં આવશે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!