કુંવારાઓ માટે જોરદાર ઓફર, અહીં ઘર સાથે મળી રહી છે સુંદર પત્ની!

ઘણીવાર વેપારીઓ અને લોકો કોઈ વસ્તુ વેચતા સમયે જાત-જાતની ઓફર્સ થકી ગ્રાહકોને આકર્ષતા હોય છે. પરંતુ એક એવી જાહેરાત સામે આવી છે જેમાં ઘરની સાથે પત્ની મફત આપવાની ઓફર રાખવામા આવી છે. આ ઓફર બહાર આવતાં જ ખૂબસૂરત પત્ની સાથે મકાન લેવા લોકોએ લાઈનો લગાવી હતી. આ અજીબોગરીબ કિસ્સો આમ તો પાંચ વર્ષ જૂનો છે, પણ હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

Advertisement

પ્રારંભમાં તો આ એક સામાન્ય જાહેરાત જેવું જ લાગે છે. જેમાં લખ્યું છે કે- એક માળનું ઘર વેચવાનું છે, જેમાં 2 બેડરૂમ છે, 2 બાથરૂમ, એક પાર્કિંગ સ્પેસ અને એક ફિશ પાઉન્ડ છે. પરંતુ આ સાથે જ તેમાં એક ખાસ ઓફર જોડવામા આવી છે. જેમાં લખ્યું છે કે,‘જ્યારે તમે આ ઘર ખરીદો તો ઘરની ઓનર રહેલી મહિલાને લગ્ન માટે પ્રપોઝ કરી શકો છો.’

Advertisement

આ જાહેરાતમાં એક 40 વર્ષીય મહિલા ઘરની બહાર પાર્કિંગમાં કાર પાસે પોઝ આપતી જોવા મળી રહી છે. આ મહિલાનું નામ વિના લિયા છે. જે એક બ્યૂટી સલૂન ચલાવે છે. વિના એક વિધવા મહિલા છે.

વિના લિયા ઈન્ડોનેશિયાના સ્લેમનમાં રહે છે. આ જાહેરાતના અંતે લખ્યું છે કે,‘નિયમ અને શરતો લાગુ. માત્ર ગંભરીતાથી ઘર ખરીદવા માંગતા લોકો જ સંપર્ક કરે. કિંમતમાં કોઈ ફેરફાર નહીં કરાય.’

ઘરની કિંમત 75 હજાર ડૉલર રાખવામા આવી છે. આ અનોખી ઓફર ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. જેમાં લોકો કોમેન્ટ કરી રહ્યાં છે કે- ‘મહિલા ઘણી સ્માર્ટ છે, ઘર વેચીને પણ તેનો માલિકી હક તેની પાસે જ રહેશે.’

જાહેરાત વાઈરલ થયા બાદ વિનાના ઘરે ઈન્ટરવ્યૂ લેનારા પત્રકારોની લાઈન લાગી હતી. આ મામલે પોલીસ પણ વિનાના ઘરે પહોંચી હતી અને તેમણે આ પ્રકારની જાહેરાત આપવી યોગ્ય ના હોવાનું જણાવ્યું હતું.

જોકે વિનાએ પોલીસને જણાવ્યું કે- આવી જાહેરાતનો આઈડિયા તેનો નહોતો. 2 બાળકોની માતા વિના પોતે વિધવા હોવાનું કહે છે. તેમનો એક મિત્ર પ્રોપર્ટી એજન્ટ છે અને તેમણે તેને જ ઘર વેચવાનું કામ આપ્યું છે.

આ સમયે જ તેણે પોતાની માટે પતિ શોધવાની વાત પણ કરી હતી. વિનાએ વિચાર્યું કે, આ જાહેરાતને કોઈ ધ્યાને નહીં લે પરંતુ તે ઈન્ટરનેટ પર વાઈરલ થઈ હતી. વિનાએ પોતાના મિત્રને જાણ કરી હતી કે, જો ઘર ખરીદનાર સિંગલ હોય કે વિદૂર હોય અને પત્નીની શોધમાં હોય તો તેની સાથે તેઓ લગ્ન અંગે વાત પણ કરી શકે છે. જોકે જાહેરાત ઘણી વાઈરલ થઈ હતી.

Advertisement

Leave a Reply

error: Content is protected !!