સુપરસ્ટાર બન્યા બાદ પણ જેકીદાદા રહેતાં હતાં ચાલીમાં, બાથરૂમ માટે ઊભા રહેતા હતાં લાઈનમાં
જેકી શ્રોફ 64 વર્ષના થઈ ગયા છે. 1 ફેબ્રુઆરી 1957માં સાઉથ મુંબઈના ગ્રાન્ટ રોડ પર સ્થિત એક સાધારણ ચાલીમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા ગુજરાતી હતા. જ્યારે મા મૂળ કજાકિસ્તાનની હતી. જેકી શ્રોફનું સાચું નામ જય કિશન શ્રોફ છે. ફિલ્મમાં આવ્યા પહેલા જેકી શ્રોફ એડવર્ટાઇઝમાં કામ કરતા હતા, પણ ફિલ્મ ‘હીરો’ પછી સતત તેમની સફર આગળ વધતી ગઈ અને જોત-જોતામાં તે ખૂબ જ સફળ થઈ ગયા.
ખુદ કમાતા હતા પોકેટ મની
એક ઇન્ટરવ્યૂ દરમિયાન જેકી શ્રોફે જણાવ્યું હતું કે, ‘બાળપણમાં ફિલ્મ રિલીઝ અને ચૂંટણીની રાહ જોતા હતા. જેથી ફ્રેન્ડ સાથે દીવાલ પર પોસ્ટર ચોંટાડી શકે. બપોર સુધી કામ કરવાના બદલામાં તેમને ચાર આના મળતા હતા.’
જેકી શ્રોફ એમ પણ જણાવ્યું હતું કે, ‘એક્સ્ટ્રા ઇનકમ માટે તે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જે પરેડ અને ધ્વજ વંદન માટે આવ્યા હોય તેમની વચ્ચે જઈને મગફળી અને ચણા વેચતા હતા. આખું અઠવાડિયું તે રૂપિયા બચાવતા હતા અને રવિવારે ચંદુ હલવાઈને ત્યાં છે જલેબી ખરીદીને ખાતા હતા.’ફિલ્મ
‘હીરો’એ બદલ્યું નસીબ
‘શૉ મેન’ સુભાષ ઘઈએ 1983માં ફિલ્મ ‘હીરો’ બનાવી હતી. ફિલ્મોમાં જે હીરોનો જેણે રોલ પ્લે કર્યો તેને હવે દરેક જેકી શ્રોફના નામથી ઓળખે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો આ તે સમય હતો જ્યારે પડદા પર અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર સહિતના સ્ટારનો જાદુ ચાલી રહ્યો હતો.
એવામાં સુભાષ ઘઈએ એક એવા હીરો પર દાવ લગાવ્યો કે છે, ટપોરી હતો. જેની બોલવાની રીત મુંબઈની હતી, જેના ચહેરા પર દાઢી અને મૂછ પણ હતી. તે કહી શકવું મુશ્કેલ હતું કે, કે આ હીરો ફિલ્મને કેટલી સફળ બનાવી શકશે, પણ સુભાષ ઘઈએ જેકી શ્રોફને લોન્ચ કરવા ફિલ્મ ‘હીરો’ બનાવી દીધી. કમાલ તો ત્યારે થઇ જ્યારે ફિલ્મ રિલીઝ થયા પછી સુપરહિટ થઈ અને જેકી શ્રોફ રાતોરાત હીરો બની ગયા.
જેકી શ્રોફ સ્ટાર બન્યા પછી પણ ચાલીમાં રહેતા હતા
વર્ષ 2016માં જેકી શ્રોફના દિકરા ટાઇગર શ્રોફે પોતાના પિતાની સ્ટ્રગલ વિશે વાત કરી હતી. ટાઇગર શ્રોફે કહ્યું હતું કે,’ફિલ્મ હીરોની જબરદસ્ત સફળતા પછી સ્ટાર બની ચૂકેલા તેમના પિતા પર સ્ટારડમનો નશો ચડ્યો ન હતો. તે ચાલીમાં રહેતા હતા અને ફિલ્મ રિલીઝ થયાના 5-6 વર્ષ સુધી તે મુંબઇના તીન બત્તી વિસ્તારમાં અત્યારે વાલકેશ્વર ચાલીમાં રહ્યાં હતાં.’
ચાલીમાં પબ્લિક બાથરૂમ હોય છે, જેકી પણ લાઇનમાં ઊભા રહી ટેઇલેટનો ઉપયોગ કરવા માટે રાહ જોતા હતા. તમને ક્યારેક સ્ટાર હોવાનો ફાયદો મળતો હતો. લોકો પોતાના પહેલા તેમને લાઈનમાં આગળ આવવા દેતા હતા કેમ કે, તેમને શૂટિંગ પર જવાનું હોય. તે લોકોને પ્રાર્થના કરતા હતા કે, તેમને બાથરૂમ જલ્દી યુઝ કરવા દે, નહીં તો તેમને મોડું થશે.
ઈન્ડસ્ટ્રીમાં 38 વર્ષ થઇ ગયા છે
1983માં ફિલ્મ ‘હીરો’થી પોતાનું ફિલ્મી સફર શરૂ કરનારા જેકી શ્રોફને ઇન્ડસ્ટ્રીમાં 38 વર્ષ થઇ ગયા છે. આ દરમિયાન તેમણે લગભગ 220 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘કર્મા’, ‘ખલનાયક’, ‘રામ-લખન’, ‘સૌદાગર’, ‘બોર્ડર’, ‘રંગીલા’ સહિતની ફિલ્મો સામેલ છે. જેકી શ્રોફ ‘બાગી 3’, ‘ભારત’, ‘ સહિતની ફિલ્મો અને ‘ક્રિમિનલ જસ્ટિસ’ સહિતની ફિલ્મોમાં જોવા મળ્યા છે. જેકી શ્રોફ હવે ‘સૂર્યવંશી’ અને ‘રાધે’ સહિતની ફિલ્મમાં જોવા મળશે.