એક બાજુ દીકરી લગ્નના ફેરા ફરતી હતી ને બીજી બાજુ પત્નીના પિયરના 24-24 લોકોના થયા મોત

કહેવાય છે કે એક પિતા પોતાના બાળકોની ખુશી માટે આંખની પાછળ દુઃખનો દરિયો છૂપાવી લે છે. આવી જ એક હૃદયદ્વાવક ઘટના રાજસ્થાનના સવાઇ માધોપુરમાં સામે આવી છે. અહીં રહેતા રમેશ ચંદ્રે પોતાની દીકરી પ્રીતિના લગ્નની તમામ વિધિઓ આંસુ છૂપાવીને નિભા હતી. ક્યારેક ખૂણામાં જઇને થોડું રડી લેતા તો ક્યારેક પોતાને સંભાળી લેતા પરંતુ દીકરી અને પત્નીને એ વાતની જાણ ના થવા દીધી કે લગ્નમાં સામેલ થવા આવી રહેલા તેના પિયરપક્ષના 24 લોકોના અકસ્માતમાં મૃત્યુ થયા હતા. આ ઘટના ત્રણ વર્ષ પહેલાની છે.

Advertisement

દુલ્હન બનેલી દીકરી અનેક વખત પૂછતી રહી હતી કે મામા-મામી ક્યારે આવશે તો એ સમજાવતો રહ્યો કે ટૂંક સમયમાં જ આવી જશે. તેમનો ફોન નથી લાગી રહ્યો, તેઓ રસ્તામાં છે. દુલ્હન અને તેની માતા રાતે વરમાળા થવા સુધી સહજ રીતે તમામ વિધિ નિભાવતી રહી.

Advertisement

26 ફેબ્રુઆરી, 2019 બુધવારના સવારે 10 વાગ્યે બૂંદીની મેજ નદીમાં એક બસ ખાબકી હતી. બસમાં 30 લોકો સવાર હતા, જેમાં 24 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયા. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. આ બસમાં પૂરો પરિવાર ભાણી પ્રીતિના લગ્નમાં સામેલ થવા માટે કોટાથી સવાઈ માધોપુર જઇ રહ્યાં હતા.

રમેશ પોતાની દીકરીના લગ્નને લઇને ખુશ હતો. તે એવું જ વિચારી રહ્યો હતો કે ટૂંક સમયમાં જ તેના સાસરિયાના લોકો આવી જશે એટલે લગ્નની વિધિ થઇ જશે. પરંતુ લગ્ન ગાર્ડનમાં તેમને એક દુઃખદ ઘટના જાણવા મળી હતી. તેમને કહેવામાં આવ્યું કે જે બસમાં તેમના સાસરિયાના લોકો આવી રહ્યાં હતાં, તે બસ નદીમાં ખાબકી છે અને તેમાં 24 લોકોના નિધન થયા છે. આ વાત સાંભળી રમેશના પગ નીચેથી જમીન ખસી ગઇ અને તે લગ્ન મંડપમાંથી બહાર નીકળી રસ્તા પર જઇ રડવા લાગ્યા. મહેમાનોએ રમેશના આવા હાલ જોઇ હતપ્રત રહી ગયા હતા.

એક સાથે 24 લોકોના મોતથી રમેશ સાવ ભાંગી પડ્યો હતો. ત્યારબાદ સંબંધીઓએ સાંત્વના આપી સમજાવ્યો હતો કે જાન નીકળી ગઇ છે. ગમે ત્યારે અહીં પહોંચશે. જો તમે દીકરી અને માતાને આ દુર્ઘટના વિશે જાણ કરશો તો તેઓ આઘાત સહન નહીં કરી શકે. લગ્ન વિધિ પૂર્ણ થવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે 21 અલગ અલગ એમ્બ્યૂલન્સની મદદથી તમામ મૃતકોના મૃતદેહને સ્મશાનઘાટ લઇ જવાયા હતાં. એવું લાગી રહ્યું હતું કે આખું ગામ ખતમ થઇ ગયું છે. એમ્બ્યૂલન્સ આવતાં જ આખું ગામર શોકમગ્ન બની ગયું હતું. બીજી બાજુ જાનૈયાઓએ રમેશની હિંમતની દાદ આપી. લગ્ન દરમિયાન આટલી મોટી દુર્ઘટના બની હોવા છતા જે કોઇ પણ રમેશ પાસે જતા તેના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી દેખાતી. જોકે, પછીથી તેઓ બધાથી છૂપાઇને મિત્રોના ખભા પર માથું મૂકીને રડી લેતા હતા.

બસ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ 24 લોકોના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા. આ દ્રશ્ય સંબંધીઓ જોઇ કલ્પાંત કરી રહ્યાં હતા. 21 લોકોની એક સાથે નીકળેલી અંતિમ યાત્રામાં લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ સામેલ થયા હતા.આ ભયાવહ અકસ્માતમાં મૃતકોમાં બે પરિવાર એવા પણ હતામ, જેમાં પતિ-પત્ની અને એક-એક બાળકો પણ સામેલ હતા.

Advertisement

Leave a Reply

error: Content is protected !!