દારૂ પીને 6-6 મિત્રો ચલાવતા હતા કાર, અકસ્માત એવો થયો કે ગાડી ચીરીને મૃતદેહો કાઢવા પડ્યા

એક ખૂબ જ અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. એક ભયંકર અકસ્માતમાં ચાર-ચાર મિત્રોના ધ્રુજાવી દેતા મોત થયા હતા. ટ્રક સાથેની ટક્કરમાં કારના ચિંથરા ઉડી ગયા ગયા. અકસ્માત એટલો ખતરનાક હતો કે મૃતદેહો કાઢવા માટે ગાડીના પતરા કાપવા પડ્યા હતા. જોનારા હચમચી ગયા હતા. એક સાથે ચાર-ચાર મોતથી પરિવાર જ નહીં આખું ગામ હીબકે ચડ્યું હતું. બે અતિ ઘાયલ યુવાન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ચાર મૃતકોમાંથી ત્રણ તો પરિવારના એકના એક દીકરા હતા.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ ઉત્તરપ્રદેશના કાનપુર પાસે કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કાનપુર નજીક બિધનુમાં કનોડિયા પેટ્રોલ પંપની પાસેના આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં 6 લોકો સવાર હતા. જેમાંથી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. બે લોકોએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે અને જીનન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.

Advertisement

લગ્નમાં જતા હતાઃ પોલીસે કહ્યું હતું કે ઉદેતપુર ગામમાં રહેતા 6 મિત્રો રમઈપુરમાં લગ્નમાં સામેલ થવા માટે કારમાં જતા હતા. રાત્રે 12.30ની આસપાસ કાર કોળા ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં સવાર બે યુવકોનું તત્કાલ મોત થયું હતું અને ચાર યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રક ખાડામાં પલટી ખાઈ જતાં ડ્રાઇવર તથા ક્લિનર ભાગી ગયા હતા. પોલીસે ચારેય ઘાયલોને કારની બૉડી કાપીને કાઢ્યા અને હોસ્પિટલ મોકલ્યા હતા, આમાંથી 2 યુવકોએ હોસ્પિટલમાં દમ તોડી દીધી હતી. બે જીવન-મરણ વચ્ચેનો જંગ લડી રહ્યા છે.

ઘટનાની માહિતી મળતા ગામમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. પોલીસે મૃતકોની ડેડબૉડી પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. મુખ્યમંત્રી યોગીએ કાનપુરમાં થયેલા રોડ અકસ્માતમાં માર્યા ગયેલા ચાર લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો.

દારૂ-બીયરની બોટલ મળીઃ એસપી આઉટર અજીત કુમારે કહ્યું હતું કે કાર તથા ટ્રક એટલી સ્પીડમાં હતા કે કારનો ઉપરનો હિસ્સો ઉડી ગયો હતો. કારની સ્થિતિ એવી હતી કે કટરથી કાપ્યા બાદ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ડૉક્ટર્સે ઉદૈતપુર શિવરાજપુરના નિનિત (18), રામજી (19), સંદીપ પાલ (18) તથા અભિનીષ પાલ (20)ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે દિલીપ કનૌજિયા તથા નિતિન ચૌરસિયા ગંભીર રીતે ઘાયલ છે.

વધુમાં પોલીસે કહ્યું હતું કે તપાસ દરમિયાન કારમાંથી દારૂની બોટલ તથા બીયરની કેન મળ્યા હતા. આશંકા છે કે તમામ મિત્રો દારૂ પીતા કાર ચલાવતા હતા. નશામાં હોવાને કારણે યુવકે કાર પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો અને અકસ્માત થયો હતો. કાર બહુ જ સ્પીડમાં ચાલતી હતી.

ત્રણ યુવકો પરિવારના એકના એક પુત્રઃ મૃતક નિતિનના પિતરાઈ ભાઈ વિકાસ કુમાર ઉત્તર પ્રદેશમાં કોન્સ્ટેબલ છે. તેમણે કહ્યું હતું કે મૃતક નિતિન, સંદીપ તથા અભિનિષ પરિવારમાં એકના એક દીકરા હતા. અકસ્માતની જાણ થતાં જ ગામ આખામાં ખળભળાટ મચી ગયો હતો. મોડી રાત્રે અનેક લોકો હોસ્પિટલ ઉમટી પડ્યા હતા. ભીડ જોતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી.

તમામ મિત્રો સાથે ભણતા હતાઃ ગામના લોકોએ કહ્યું હતું કે મૃતકો તથા ઈજાગ્રસ્ત તમામ મિત્રો એક સાથે બીએસસીનો અભ્યાસ કરતા હતા. આ દરમિયાન કોઈ મિત્રના લગ્નમાં સામેલ થવાની વાત કહીને રમઈપુર ગયા હતા.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યુંઃ બિધનૂ પોલીસે એમ્બ્યૂલસ તથા પ્રાઇવેટ વાહનોમાં ડેડબોડી હોસ્પિટલ મોકલી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને તાત્કાલિક સારવાર મળી તેવી સૂચના આપી હતી.

Advertisement

Leave a Reply

error: Content is protected !!