જ્યારે ભક્તની સામે આવી ગયો મગર, ખોડિયાર માતાએ પ્રગટ થયા અને પછી…

ગુજરાતને દેવી દેવતાઓની ભૂમી કહેવામાં આવે છે. જ્યાં દરેક લોકોને ભગવાન-માતાજી પર ખૂબ જ આસ્થા છે. આથી જ ગુજરાતમાં ઘણા મંદિરો આવેલા છે. અને તે મંદિરોમાં દેવી દેવતઓ બિરાજમાન છે. જ્યારે લોકોને મુશ્કેલી કે તકલીફ આવે કે પડે ત્યારે તેઓ દેવી દેવતાઓને યાદ કરે છે. અને માતા તેના ભક્તોની તકલીફો દૂર કરે છે.

Advertisement

આજે અમે તમને એવો જ એક કિસ્સો જણાવીશું જેમાં એક ખોડિયાર માતાજીનો એક ભક્ત હતો, જે દરરોજ માં ખોડિયારના દર્શન કરવા માટે તે તેના બાજુના ગામમાં મંદિરે જતો હતો. પરતું તેને આ મંદિરે દર્શન કરવા માટે તેના ગામ અને માતાજીના મંદિર વચ્ચે એક નદી હતી, તો તે નદી પાર કરીને પેલી સાઈડ જવું પડતું.

Advertisement

ખોડિયાર માતાના પરચા અપરંપાર છે કોઈ પણે નિશ્ચાર્થ ભાવે માં ને યાદ કરે એટલે દરેકની મુશ્કેલી દૂર કરે છે માં ખોડલ. એક દિવસ બન્યું એવું કે માતાજીનો ભક્ત માતાના દર્શન કરવા માટે મંદિરે જતી હતો એટલે વચ્ચે નદી પાર કરતો હતો. અને અચાનક તેની સામે મગર આવી ગયો મગરને જોતા જ તે ખૂબ જ ડરી ગયો.

તે તરત જ માં ખોડિયારને પ્રાર્થના કરવા લાગ્યો, માતાજી મારો જીવ બચાવો. પોતાના ભક્તનો જીવ જોખમમાં જોઈને માં ખોડિયારે પોતાનું ત્રિશૂલ મોકલ્યું. નદીમાં ભક્તની બાજુમાં ત્રિશૂલ તરતુ તરતુ આવે છે. તે ત્રિશૂલ જોઈને ભક્તે તેને પકડી લીધું અને મગરને ડરાવવા લાગ્યો ત્યાં તો મગર ત્યાંથી દૂર ચાલ્યો ગયો.

અને ભક્ત નદીમાંથી પોતાનો જીવ બચાવીને બહાર આવે છે. ત્યારે તે પોતાના હાથમાં રહેલું ત્રિશૂલ જોઈને સમજી જાય છે કે સાક્ષાત માં ખોડિયારે તેનો જીવ બચાવ્યો, મારો જીવ બચાવવા માટે માતાજીએ પોતાની ત્રિશૂલ મોકલ્યું. આમ ખોડિયારમાં આવા જ પરચાઓ ભક્તોનો આપતા રહ્યા છે તે સૌ કોઈ જાણે જ છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!