વધુ એક મોટી હસ્તીની યુવતીઓ સાથેની અશ્લીલ તસવીરો બહાર આવી, સુંદર યુવતીઓ સાથે આ રીતે…

વધુ એક શોકિગ બનાવ સામે આવ્યો છે. જેમાં એક મોટા વ્યક્તિની અશ્લીલ હરકતો તસવીરો સામે આવી હતી. જેમાં અનેક યુવતીઓ સાથે રંગરેલિયા મનાવતા જોવા મળ્યા હતા. હવે આ નેતા સામે એક મહિલા ખેલાડીએ રેપના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

ઉત્તરપ્રદેશ ઓલિમ્પિક એસોસિએશનના જનરલ સેક્રેટરી આનંદેશ્વર પાંડે સામે ફરિયાદ નોંધાઈ છે. રાજસ્થાનની મહિલા હેન્ડબોલ ખેલાડી એ આરો મૂક્યો છે કે સ્ટેડિયમમાં ટ્રેનિંગ દરમિયાન આનંદેશ્વર પાંડેએ તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

પીડિત ખેલાડીએ રાજસ્થાનમાં આનંદેશ્વર પાંડે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પણ આ મામલો યુપીના લખનઉના પોલીસ સ્ટેશનનો હોવાથી ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મહિલા ખેલાડીએ એમ પણ કહ્યું કે જ્યારે તેણે બળાત્કારના પ્રયાસોનો પ્રતિકાર કર્યો ત્યારે તેને તેની કારકિર્દી ગુમાવવાની ધમકી આપવામાં આવી હતી.

મહિલા ખેલાડીની આપવીતી તેના જ શબ્દોમાં
રાજસ્થાનની મહિલા ખેલાડી બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે. તેણે જણાવ્યું કે, “આનંદેશ્વર પાંડે સાથે તેની પ્રથમ મુલાકાત ત્યારે થઈ જ્યારે તે સ્પર્ધાના સંબંધમાં લખનઉ આવી હતી. તે સ્પર્ધાની અંતિમ પસંદગી માટે, આનંદેશ્વર પાંડેએ મને કેડીસિંહ બાબુ સ્ટેડિયમની ઓફિસમાં બોલાવી હતી. જ્યારે હું ત્યાં પહોંચી તો ત્યાંનો માહોલ શોકિંગ હતો. દારૂની બોટલો વેરવિખેર પડી હતી. આ બધું જોઈને હું પરત ફરી રહી હતી, ત્યારે આનંદેશ્વર પાંડેએ આવીને મારો રસ્તો રોક્યો હતો અને દરવાજો બંધ કરીને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. તેણે તેના કપડા પણ ફાડી નાંખ્યા હતા.

પીડિત મહિલા ખેલાડીના જણાવ્યા અનુસાર, આનંદેશ્વર પાંડે યુપી ઓલિમ્પિક એસોસિએશન પર વર્ચસ્વ ધરાવે છે. કોઈ તેની વિરુદ્ધ જવા માંગતું નથી. જ્યારે તેણે તેનો વિરોધ કર્યો ત્યારે તેણે તેની કારકિર્દીને બરબાદ કરવાની ધમકી પણ આપી હતી.

આ પહેલા અશ્લીલ તસવીરો વાઈરલ થઈ હતી
નોંધની છે કે થોડા દિવસો પહેલા આનંદેશ્વર પાંડેના અનેક ફોટો વાયરલ થયા હતાં, જેમાં તે યુવતીઓ સાથે ખૂબ જ વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. બીજી તરફ આનંદેશ્વર પાંડેએ કહ્યું હતું કે તેમની સામેના આરોપ ખોટા છે અને તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!