પ્રેમી પંખીડા હોટેલમાં ગયા, પ્રેમિકાએ સેક્સ પાવર વધારવાનું ઈન્જેક્શન લીધુ, પછી પ્રેમીએ…

યુવાનોમાં શારીરિક ક્ષમતા વધારતી દવાઓનુ સેવન કરવાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પશ્ચિમી દેશોની જેમ ભારતમાં પણ યુગલો બેડ પર પાવર વધારવા માટે દવાઓ લેતા થવા લાગ્યા છે. જોકે આ દવાઓની આડઅસરના અનેક શોકિંગ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આવો જ એક હચમચાવી દેતો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં ઉત્તેજના વધારતી દવાના ઓવરડોઝથી એક યુવતીનું મોત થયું હતું.

Advertisement

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ભિવંડીની એક હોટલમાં એક યુવતી મૃત હાલતમાં મળી આવી છે, જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, સેક્સ પાવર ડ્રગના ઓવરડોઝને કારણે યુવતીનું મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે એક દિવસ પહેલા આ યુવતી તેના પ્રેમી સાથે હોટલમાં રહેવા આવી હતી. આ દરમિયાન યુવતીએ સેક્સ પાવર વધારવા માટે દવા લીધી અને ડ્રગના ઓવરડોઝને કારણે તેનું મોત થયું, યુવતીની ઉંમર 28 વર્ષ હોવાનું કહેવાય છે.

Advertisement

પોલીસે જણાવ્યું છે કે યુવતી મુંબ્રાના અમૃતનગર સ્થિત રશીદ કમ્પાઉન્ડની રહેવાસી છે. 8 એપ્રિલના રોજ તે કલ્યાણમાં રહેતા તેના પ્રેમી સાથે ભિવંડીની અશોકા હોટલમાં રહેવા આવી હતી, હોટલમાં આવીને યુવતીએ સેક્સ પાવર વધારવા માટે ઈન્જેક્શન લીધું, ઈન્જેક્શનનો ડોઝ વધુ હોવાથી યુવતીની હાલત ખરાબ થઈ ગઈ હતી.

યુવતીની તબિયત બગડતાં તેનો બોયફ્રેન્ડ તેને ખરાબ હાલતમાં છોડીને ભાગી ગયો હતો, થોડીવાર પછી હોટલ સ્ટાફે દરવાજો ખોલ્યો હતો. યુવતી બેભાન અવસ્થામાં પલંગ પર પડી હતી. યુવતીને બેભાન અવસ્થામાં આઈજીએમ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, થોડા સમય બાદ યુવતી ફરીથી હોશમાં આવી હતી.

યુવતીએ સભાનપણે ડોક્ટરોને પોતાના વિશે જણાવ્યું, મરતા પહેલા યુવતીએ ડોક્ટરોને પોતાનું નામ અને સરનામું જણાવ્યું હતું. યુવતીની સારવાર કરી રહેલા ડો.સુમૈયા અન્સારીએ શાંતિનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જે બાદ પોલીસ છોકરાને શોધી રહી છે, જોકે હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પોસ્ટમોર્ટમ બાદ યુવતીનો મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!