દુઃખદ:બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું 72 વર્ષની વયે નિધન, જાણીતા કોમેડિયન મહેમૂદની બહેન હતા

દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું કેનેડામાં નિધન થઈ ગયું છે. તેમણે 72 વર્ષની ઉંમરમાં 23 ઓક્ટોબરના રોજ સવારે છેલ્લા શ્વાસ લીધા. મીનું પોતાના પતિ સૈયદ અલી અકબર અને ત્રણ દીકરીઓની સાથે કેનેડામાં રહેતા હતા. થોડા સમય પહેલા મીનુ મુમતાઝને કેન્સર હોવાનું નિદાન થયું હતું. થોડા દિવસ પહેલા તેમને એક ઈન્ફેક્શન થયું હતું ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય દિવસે દિવસે ખરાબ થઈ રહ્યું હતું અને હવે તેમનું નિધન થઈ ગયું.

Advertisement

તેમના નાના ભાઈ અનવર અલીએ આ વાતની પુષ્ટિ કરતા સોશિયલ મીડિયા પર લખ્યું, તમને બધાને જણાવવાતા અત્યંત દુઃખ થઈ રહ્યું છે કે મારી બહેન મીનુ મુમતાઝનું આજે થોડા સમય પહેલા જ કેનેડામાં નિધન થઈ ગયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી, પ્રેસ, મીડિયા, ફેન્સ અને મિત્રોનો આભાર કે જેમણે આટલા વર્ષો સુધી મીનુને પ્રેમ આપ્યો.

મહેમૂદની બહેન હતા
મીનુ મુમતાઝનું અસલી નામ મલિકુનિસ્સા અલી હતું. તેઓ જાણીતા કોમેડિયન મહેમૂદની બહેન હતા. મીનુ ઘણી ફિલ્મોમાં મીના કુમારીની મિત્ર તરીકે જોવા મળ્યા હતા. તેમને 1960ની આસપાસ કરિયરની શરૂઆત કરતા ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને ‘સખી હાતિમ’થી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.

Advertisement

ત્યારબાદ હીરોઈન તરીકે તેઓ પહેલી વખત બલરાજ સાહનીની સાથે ફિલ્મ બ્લેક કેટમાં જોવા મળ્યા હતા. તેમને ‘CID’, ‘હાવડા બ્રિઝ’, ‘કાગજ કે ફૂલ’, ‘ચૌદવી કા ચાંદ’, ‘સાહિબ બીવી ઔર ગુલામ’, ‘તાજમહેલ’, ‘ઘુંઘટ’, ‘ઈન્સાન જગ ઉઠા’, ‘ઘર બસાકે દેખો’, સિંદબાદ, અલીબાબ, ‘અલાદીન’, ‘ધર્મપુત્ર’, ‘જહાંઆરા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું.

Advertisement

Leave a Reply

error: Content is protected !!