સુરતના આ પટેલભાઈનો ધંધો સરખો નહતો ચાલતો, માં મોગલની માનતાથી મહિનામાં થયો એવો ચમત્કાર કે…

કચ્છ જીલ્લાના સામખીયારીથી ચાલીસ કિલોમીટર દૂર અને ભચાઉ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ એટલે ‘કબરાઉ’ માં આવેલ શ્રી “મોગલ ધામ”. શ્રી મોગલધામ કબરાઉની પાવન ભૂમિમાં શ્રી મોગલ માતાજીની અસીમ કૃપાથી લાખો શ્રદ્ધાળુઓ માંના દર્શન કરવા આવે છે. આજે પણ માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, તેથી મોટી સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.

Advertisement

મોગલ માં વિષે વાત કરીએ તો આપણે બધાં જાણીએ છીએ કે આજથી નહિ પરંતુ વર્ષોથી મોગલ માં ભકતોની સમસ્યા દુર કરે છે. મોગલ માં પર અતૂટ વિશ્વાસ હોય તો તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભકતો પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ના સાનિધ્ય માં માથું નમાવવા આવે છે. માં મોગલની સાચા મનથી માનતા કરનાર અને યાદ કરનારની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

Advertisement

હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં માં મોગલના આશિર્વાદથી ધંધો સરખો ચાલવા લાગ્યો હતો. વાત એમ છેકે સુરતથી આવેલા દયાબેન મનસુખભાઈ હિરપરા (લેઉઆ પટેલ) ના પતિને ધંધો સરખો નહતો ચાલતો અને તેઓએ રાખી માં મોગલની માનતા,અને માત્ર એક મહિનામાં જ થયો એવો ચમત્કાર કે તેઓએ રાખેલી 5100 રૂપિયાની માનતા પૂરી કરવા દોડી કબરાઉ માં મોગલના ઘામ આવ્યા.

મણીધર બાપુ 5100 રૂપિયાની માનતા પૂરી કરી પરત આપે છે અને સાથે જ દયાબેનને મોગલ માની પ્રસાદી રુપે એક સાડી પણ આપે છે અને કહે છેકે બીજા કોઈને પહેરવા ન આપી દેતી. અને સાથેજ મણીધરબાપું મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને કહે છે કે જો તમે માં મોગલને સાચા મનથી માનશો તો મંદિરમાં આવવાની પણ જરૂર નથી.

માનતા ના રૂપિયા કે વસ્તુને મોગલ માના મંદીરમાં રાખવામાં આવતી નથી જે માનતા કરવાં આવે તેમની બહેન-દીકરીઓને પાછી આપવામા આવે છે, અને સાથેજ તેમની માનતા પુરી થઈ ગઈ એમ કહી ને મણીધરબાપુ તેમની વસ્તુ કે રૂપિયા પાછા આપી દેવામાં આવે છે. સૌ કોઈ જાણે જ છેકે કબરાઉ મોગલ ધામમાં મોટી સંખ્યામાં ભકતો દર્શન કરવા અને માનતા કરવા દોડી આવે છે

Advertisement

Leave a Reply

error: Content is protected !!