ડોક્ટરે પણ હાથ કરી લીધા હતા અધ્ધર અને મોગલ માતાની માનતા રાખી અને થયો એવો ચમત્કાર કે……
કચ્છ જીલ્લાના સામખીયારીથી ચાલીસ કિલોમીટર દૂર અને ભચાઉ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ એટલે ‘કબરાઉ’ માં આવેલ શ્રી “મોગલ ધામ”. શ્રી મોગલધામ કબરાઉની પાવન ભૂમિમાં શ્રી મોગલ માતાજીની અસીમ કૃપાથી લાખો શ્રદ્ધાળુઓ માંના દર્શન કરવા આવે છે. આજે પણ માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, તેથી મોટી સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.
મા મોગલના ધામમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુ:ખી થઈ પાછા ગયા નથી.ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માના ચરણોમાં આવે છે. એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે તે સૌ કોઈ જાણે જ છે.
આવો જ એક પ્રસંગ અમદાવાદ શહેરનો છે જ્યાં એક યુવાન અકસ્માતમાં ઘાયલ થયો હતો. અને આ યુવાન ચાલી પણ શકે તેમ ન હતો માટે તેને સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરે પણ યુવાનની પરિસ્થિતિ જોઈને પરિવારને કહ્યું હતું કે યુવાન વધુમાં વધુ ચારથી પાંચ દિવસ જીવી શકશે અને આટલું જ સાંભળતા પરિવાર ભાંગી પડ્યો હતો. ત્યારે નજીકના કોઈ સંબંધીએ પરિવારને કહ્યું કે તમે પૂરી શ્રદ્ધાથી માં મોગલ ની માનતા રાખો તમારો દીકરો તૈયાર થઈ જશે.
મા મોગલ તેના આશીર્વાદ તમારા દીકરા ઉપર રાખશે. પછી તમામ પરિવારજનો પોતાના દીકરાની માનતા લઈ અને મોગલ મા પાસે આવ્યા અને ત્યાં આવી મોગલ માના દર્શન કરી અને માનતા રાખી અને થોડા જ સમય પછી મા મોગલ એ પોતાનો પરચો પરિવારને બતાવી દીધો. સારામાં સારા જે ડોક્ટરે એવું કહ્યું હતું કે આ યુવાન ચારથી પાંચ દિવસ જ જીવી શકશે. તે જ યુવાન આજે માં મોગલ ની માનતા રાખી તૈયાર થઈ ગયો. પરિવારજનો સંબંધીઓ અને સૌને આશ્ચર્ય લાગ્યું કે આ યુવાન માત્ર બે જ દિવસમાં તૈયાર થઈ ગયો.
સ્વજનોમાં ચારે કોર ખુશીનો માહોલ છવાઈ ગયો અને દીકરા સાથે પરિવાર માં મોગલના દર્શને આવ્યો ધન્યતા અનુભવી અને પોતાની માનતા પૂરી કરી. માં મોગલના પરચા અપરંપાર છે મા મોગલ પોતાના શરણે આવેલા ભક્તને ક્યારેય નિરાશ કરતા નથી. દૂર દૂરથી અહીં ભક્તો માનતા લઈને આવે છે અને મા મોગલ તેમના આશીર્વાદ સદાય ભક્તો પર રાખે છે. બોલો મા મોગલ ની જય.