ડોકટરોએ પણ હાથ કરી દીધા હતા અધ્ધર, બચવાના નહોતા કોઈ ચાન્સ, પણ મોગલ માંએ આપ્યું નવજીવન
કચ્છ જીલ્લાના સામખીયારીથી ચાલીસ કિલોમીટર દૂર અને ભચાઉ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ એટલે ‘કબરાઉ’ માં આવેલ શ્રી “મોગલ ધામ”. શ્રી મોગલધામ કબરાઉની પાવન ભૂમિમાં શ્રી મોગલ માતાજીની અસીમ કૃપાથી લાખો શ્રદ્ધાળુઓ માંના દર્શન કરવા આવે છે. આજે પણ માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, તેથી મોટી સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.
દરેક લોકો જાણે જ છે કે માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, આજથી નહિ પરંતુ વર્ષોથી મોગલ માં ભકતોની સમસ્યા દુર કરે છે. મોગલ માં પર અતૂટ વિશ્વાસ હોય તો તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભકતો પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલના સાનિધ્યમાં માથું નમાવવા આવે છે. માં મોગલની સાચા મનથી માનતા કરનાર અને યાદ કરનારની દરેક મનોકામના પૂર્ણ કરે છે. માં મોગલ આજે પણ હાજરા હજુર બિરાજમાન છે.
મા મોગલમાં ધામ આવતા શ્રદ્ધાળુને માતા પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછા ગયો નથી ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માના ચરણે આવે છે. મા મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે.
હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક દંપતી પોતાની દીકરીને કબરાઉ ધામ લઈને આવ્યો હતો, આ દંપતીએ જણાવતા કહ્યું હતું કે માં મોગલે તેમની દીકરીને નવું જીવનદાન આપ્યું છે. આ દંપતીએ જણાવતા કહ્યું હતું કે તેમની દીકરીને ગંભીર બીમારી થઇ હતી એટલે ઘણા મોટા મોટા ડોક્ટરને બતાવ્યું પણ દીકરીને કોઈ ફરક પડતો ન હતો.
અને ડોકટરોએ પણ કહી દીધું હતું કે હવે દીકરીને કોઈ નહિ બચાવી શકે, આવા શબ્દો સાંભળતાની સાથે જ માતા પિતાના પગ નીચેથી જમીન પણ ખસકી ગઈ હતી, પણ કહેવાય છે ને કે જે સમયે દવા કામ નથી આવતી તે સમયે દુવા કામમાં આવે છે.
આવી વિકટ પરિસ્થિમાં આ દંપતીએ દીકરી માટે મોગલ માંની માનતા માની અને કહ્યું કે હે માં મોગલ… મારી દીકરીને બચાવી લેજો. અને માનતા માન્યાના થોડા જ દિવસોમા દીકરીની તબિયતમાં અચાનક જ સુધરો થવા લાગ્યો, અને થોડા જ સમયમાં દીકરી ફરીથી ખેલતી-કૂદતી થઇ ગઈ.
મોગલ માએ દીકરીને ફરી નવજીવન આપતા માતા પિતા પોતાની દીકરીને લઈને કબરાઉ ધામમાં દર્શન કરવા માટે પહોંચ્યા અને આ દંપતીએ મણિધર બાપુને આખી વાત જણાવી, તો બાપુએ ખુશ થઇને કહ્યું કે માં મોગલમાં તારો આ વિશ્વાસ છે તે માટે તારી માનતા પુરી થઇ. બોલા….. … જય મોગલ મા