તારક મહેતામાં આવી ગયા નવા નટુકાકા, શું ઘનશ્યામ નાયકની જેમ જ એક્ટિંગમાં ખરા ઊતરશે નવા નટુકાકા?

મોટાભાગના ગુજરાતીઓના ઘરે જોવાતી લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોની ઘણી જ ફેવરિટ છે. આ સિરિયલના દરેક પાત્ર ચાહકોના મનમાં ખાસ સ્થાન ધરાવે છે. ખાસ કરીને એક કિરદાર એવું છે જેને ફેન્સ ખૂબ મિસ કરે છે. એ પાત્ર એટલે આપણા નટુકાકા. આ નટુકાકાનું પાત્ર ભજવીને લોકોમાં અપાર ચાહના મેળવનાર ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયક આજે આપણી વચ્ચે નથી. તેમના નિધન બાદ સિરીયલમાં ખાલીપો આવી ગયો હતો. પણ સીરિયલના ચાહકો માટે ગૂડ ન્યૂઝ છે. સિરીયલમાં નવા નટુકાકાની એન્ટ્રી થઈ છે. ખુદ અસિત મોદીએ શોમાં આવીને આની જાહેરાત કરી હતી.

Advertisement

શું કહ્યું અસિત મોદીએ?
અસિત મોદીએ એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં અસિત મોદીએ કહ્યું હતું કે આજે તેઓ ખાસ વાત કરવા આવ્યા છે. જ્યારે પણ ગડા ઇલેક્ટ્રોનિક્સની વાત આવે ત્યારે નટુકાકાની યાદ આવે છે. જોકે ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી. તેઓ આપણને છોડીને જતા રહ્યા છે. અલબત્ત, તેઓ જ્યાં પણ હશે ત્યાં ગડા ઇલેક્ટ્રોનિક્સની કોમેડી જોઈને હસતા હશે અને મિસ કરતા હશે. એ જ નટુકાકાએ હવે નવા નટુકાકા મોકલ્યા છે.

Advertisement

દર્શકોને વિનંતી કરી
અસિત મોદીએ પછી નવા નટુકાકા ઇન્ટ્રોડ્યૂસ કરાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એક કલાકારને માત્ર દર્શકોનો પ્રેમ જોઈએ છીએ. તેમને દર્શકોએ દરિયા ભરીને પ્રેમ આપ્યો છે અને આ માટે તેઓ હંમેશાં દર્શકોના ઋણી છે. તેમને વિશ્વાસ છે કે દર્શકો આ જ રીતે પ્રેમ વરસાવતા રહેશે. તેઓ માત્ર એક જ વિનંતી કરે છે કે આ નવા નટુકાકાને પણ પ્રેમ આપજો. તેમનાથી નાની-મોટી ભૂલ થાય તો માફ કરજો. તેમને આશા છે કે આ નવા નટુકાકા સિરિયલમાં ખરા ઊતરશે.

અસિત મોદીએ કહ્યું, શો મસ્ટ ગો ઓન
અસિત મોદીએ છેલ્લે કહ્યું હતું, ‘કલાકારો બદલાતા રહેશે, કોઈ આપણી વચ્ચે નહીં રહે, કોઈ આ સફર છોડી દેશે, પરંતુ પાત્ર ક્યારેય બદલાશે નહીં. શો મસ્ટ ગો ઓન.’

નવા નટુકાકાએ પૂછ્યું, મારો પગાર ક્યારે વધશે?
વીડિયોમાં છેલ્લે… નવા નટુકાકાએ અસિત મોદીને સવાલ કર્યો હતો, ‘મારો પગાર ક્યારે વધશે?’ આ સવાલ સાંભળીને અસિત મોદીએ કહ્યું હતું કે આનો જવાબ તો જેઠાલાલ જ આપી શકશે.

અસિત મોદીએ કહ્યું, નવા નટુકાકાને હું છેલ્લાં ઘણાં વર્ષોથી ઓળખું છું
મિડીયા સાથેની વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું, ‘આ અમારા માટે ઘણી જ ભાવુક ક્ષણ છે. 13 વર્ષથી નટુકાકાનું પાત્ર ઘનશ્યામ નાયક ભજવતા હતા. તેમની જગ્યાએ બીજા કલાકારને લાવવા સરળ નહોતા. અમે છેલ્લા કેટલાક મહિનાથી નટુકાકાના પાત્રનું ઓડિશન શરૂ કર્યું હતું, કારણ કે અમે દર્શકો માટે આ પાત્ર ફરી લાવવા માગતા હતા. થોડાં ઓડિશન બાદ અમે ગુજરાતના જાણીતા એક્ટર-પ્રોડ્યુસર-ડિરેક્ટર કિરણ ભટ્ટને નટુકાકા તરીકે લાવવાનું નક્કી કર્યું. હું તેમને છેલ્લાં ઘણાં વર્ષોથી ઓળખું છું અને જ્યારે ઓડિશન સમયે તેમને પહેલીવાર મળ્યો ત્યારે મને એમ જ લાગ્યું કે આ અમારા નટુકાકા છે. આમ તો ઘનશ્યામ નાયકની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી, પરંતુ મને વિશ્વાસ છે કે કિરણ ભટ્ટ દર્શકોમાં પોતાની અલગ જગ્યા બનાવવામાં સફળ રહેશે. કિરણ ભટ્ટ પાત્રને જરૂર ન્યાય આપશે.’

કોણ છે નવા નટુકાકા?
નવા નટુકાકાનું નામ કિરણ ભટ્ટ છે અને તેઓ ગુજરાતી છે. તેઓ પોતાના મિત્રવર્તુળમાં ‘કેબી’ તરીકે લોકપ્રિય છે. કિરણ ભટ્ટ થિયેટર પર્સનાલિટી છે. કિરણ ભટ્ટ થિયેટર ડિરેક્ટર, પ્રોડ્યુસર તથા આર્ટિસ્ટ છે. 2019માં કિરણ ભટ્ટે ‘વેવાઈ V/S વેવાઈ’ ડિરેક્ટ કર્યું હતું. હાલમાં તેમનું ડિરેક્ટ કરેલું નાટક ‘સગપણ તને સાલમુબારક’ના શો ચાલે છે.

ઘનશ્યામ નાયકને કેન્સર થયું હતું
77 વર્ષીય ઘનશ્યામ નાયકને 2020માં કેન્સર થયું હતું. તેમના ગળાના ભાગથી આઠ ગાંઠ કાઢવામાં આવી હતી અને પછી તેમણે કિમોથેરપી લીધી હતી. તેઓ કેન્સર ફ્રી થઈ ગયા હતા. જોકે થોડાક મહિના બાદ જ કેન્સરે ફરી ઊથલો માર્યો હતો અને તેમણે બીજીવાર કિમોથેરપી કરાવી હતી. નટુકાકાની કેન્સરની સારવાર સૂચક હોસ્પિટલમાં ચાલતી હતી. તેમને અહીં જ એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્રીજી ઓક્ટોબર, 2021ના રોજ સાંજે સાડાપાંચ વાગે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ચોથી ઓક્ટોબરના રોજ સવારે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

 

Advertisement

Leave a Reply

error: Content is protected !!