સુરજ ભુવાના માતા-પિતાએ ન્યૂઝ પેપરમાં એક જાહેર નોટિસ આપી દીધી..! વાંચીને આંચકો લાગશે

સૂરજ ભુવા હાલમાં સમયમાં ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે સુરજ ભુવા નામના શખ્સે એક યુવતી સાથે દસ મહિના સુધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જુનાગઢ બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી. આ મામલો આખા શહેરમા ભારે ચકચારી બન્યો હતો. આ કેસમાં દિવસેને દિવસે નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, છતાં પણ તેમની લોકપ્રિયતામાં અને તેમના ભક્તજનોમાં વધારે કાંઈ ખાસ અસર પહોંચી નથી.

Advertisement

જે મામલાને લઈને સુરજ ભુવાના માતાપિતાએ નોટિસ જાહેર કરતાં મિલકતમાંથી બેદખલ કર્યાની વિગતો જાહેર નોટિસ રૂપમાં આપી હતી. તેમણે સમાજમાં બદનામી થતી હોવાને કારણે નોટિસ આપી હતી કે, અમારો પુત્ર અમારા કહ્યામાં નથી રહ્યો, જેથી અમે અમારી મિલકતોમાંથી તેને બેદખલ કરીએ છીએ.

Advertisement

નોટિસમાં તેમણે લખ્યું છે કે, લાખાભાઈ સામતભાઈ સોલંકી, હંસાબેન લાખાભાઈ સોલંકી કે જે રહે જુનાગઢનાએ જાહેર નોટિસ આપતા જાણ કરી રહ્યા છે કે, અમારા પુત્ર સુરજ લાખાભાઈ સોલંકી અમારા કહ્યામાં નથી અને સમાજમાં અમારી બદનામી થાય તેવું વર્તન વ્યવહાર કરતા આવ્યા છે અને મનસ્વી રીતે જીવન જીવે છે.

તેમણે કહ્યું કે, અમે સુરજને અમારી તમામ પ્રકારની સ્થાવર જંગમ મિલકતમાંથી બેદખલ કરીએ છીએ અને ભવિષ્યમાં અમારી તમામ પ્રકારની મિલકતમાં સુરજને કોઈ હક કે હિસ્સો રહેશે નહીં. સુરજ કોઈપણ વ્યક્તિ કે અન્ય કોઈ સંસ્થા, બેન્ક, સરકારી બેન્ક, અર્ધ સરકારી બેન્ક કે કોઈપણ ઓથોરિટી પરત્વે કોઈ પણ પ્રકારનો વહીવટ કે વ્યવહાર કરે તેમાં અમારી જવાબદારી કે કોઈ પ્રકારે બંધન કર્તા રહેશે નહીં જેની નોંધ લેવી.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં જૂનાગઢની યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી.આથી પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.

યુવતીએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જૂનાગઢના ભૂવા સુરજ સોલંકીએ 10 મહિના સુધી મારા પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ ઝેરી દવા પીધા પહેલા યુવતીએ લખેલી સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. જેમાં સુરજે ગર્ભ રાખી દીધાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

યુવતીએ સોશિયલ મીડિયામાં પોતે લખેલી સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, મારે 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે દાણા જોવડાવા ગઈ હતી.

ત્યારથી મારે સુરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી. જે મામલો ભારે ચકચારી બન્યો હતો.

બે સંતાનનો પિતા સુરજ ભુવો પછી રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે સુરજે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, આ છોકરી તેને બદલનામ કરવા માગે છે અને તેના માટે 25 લાખ, થ્રી બીએચકે ફ્લેટ અને કાર તથા બુલેટ માગે છે. તેણે કહ્યું કે તેની પત્ની સહિત પરિવારને છોડી તે યુવતી સાથે સમાધાન કરી મૈત્રી કરારથી રહેવા ગયો હતો.

Advertisement

Leave a Reply

error: Content is protected !!