વિદેશી ‘ગોરા’ને જોઈ ગુજરાતી ‘ગોરી’ થઈ ફિદા, આવા સ્ટાઈલિશ લગ્ન પહેલાં ક્યારેય નહીં જોયા હોય
વેલેન્ટાઈન-ડે પર વારાણસીના કૈથી સ્થિત માર્કંડેય મહાદેવ ધામમાં ગુજરાતના અમદાવાદની રહેવાસી ધરતીએ ફ્રાન્સના લીલીમાં રહેનાર રોમન સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. બન્નેએ સનાતન ધર્મ પ્રમાણે પુરોહિતો દ્વારા મંત્રોચ્ચારની સાથે દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો. આ લગ્નની ઘણી તસવીરો સામે આવી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી.
ધરતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી અભ્યાસ કરીને વારાણસી નોકરી કરવા ગઈ હતી અને ત્યાં પોતાની રેસ્ટોરન્ટ ચલાવે છે. તેની મુલાકાત રોમન સાથે એક વર્ષ પહેલા કાશીમાં થઈ હતી. અમારા લગ્નમાં મારા અને રોમનના પરિવારજનો હાજર રહ્યાં હતાં. લગ્નની ઘણી તસવીરો પણ અમે અમારા સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરી હતી.
રોમન કાશી આવે ત્યારે તેની રેસ્ટોરન્સ પર જતો હતો. બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા બાદ બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. રોમન અને ધરતીએ વેલેન્ટાઈન-ડેના દિવસે લગ્નગ્રંથીથી જોડાયા હતાં.
વેલેન્ટાઈન-ડે પર બન્નેએ માર્કડેય મહાદેવ મંદિરમાં વિધિ પ્રમાણે લગ્ન કર્યાં હતાં. લગ્નમાં ધરતી અને રોમનની સાથે તેમના પરિવારજનો સામેલ હતાં. જેની ઘણી તસવીરો સામે આવી હતી.
મુન્ના ગિરી અને લાલુ ગિરીએ જણાવ્યું હતું કે, બે અલગ-અલગ રીત-રિવાજના કપલના લગ્ન કરાવવા અનોખી વાત છે. પરિવારની હાજરીમાં કપલે લગ્ન કર્યાં હતા અને સભ્યોના આશિર્વાદ લઈને જિંદગીની શરૂઆત કરી હતી.
રોમને જણાવ્યું હતું કે, સનાતમ સંસ્કૃતિમાં લગ્ન એક અતૂટ બંધન છે. આ જ કારણે તેણે કાશીમાં આવીને લગ્ન કર્યાં હતાં. બાબા ભોલેનાથની નગરી કાશીમાં શરૂ કરવામાં આવેલ કોઈ પણ શુભ કામ ક્યારે અસફળ થતું નથી. લગ્ન બાદ ધરતીએ કહ્યું હતું કે, બિઝનેસને હવે બન્ને સાથે મળીને આગળ ચલાવીશું.
રોમન અને ધરતીએ વેલેન્ટાઈન-ડેના દિવસે જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ધરતીએ રોમનને કહ્યું હતું કે, લગ્ન ભારતીય પરંપરા પ્રમાણે થશે. બન્નેએ મંદિર જઈને વિધિ પ્રમાણે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ બન્ને કાશીના ગંગા આરતીમાં સામેલ થયા હતાં.