પ્રેમમાં પાગલ 20 વર્ષીય યુવતીએ ઘરના નોકર સાથે જ કરી લીધા લગ્ન

એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છેે. જેમાં 20 વર્ષીય યુવતીએ પોતાના નોકર સાથે લગ્ન કરી લીધા. આ યુવતીએ પોતાના પાલતુ પશુઓની દેખરેખ માટે નોકર રાખ્યો હતો. જોકે, યુવતીને નોકરની ઈમાનદારી ઘણી જ ગમી હતી અને પ્રપોઝ કર્યું હતું. યુવતીએ કહ્યું હતું કે પ્રેમ અમીર-ગરીબનો ભેદ જોતો નથી.

Advertisement

યુવતીનું નામ મુસ્કાન છે. તે પાકિસ્તાનના પંજાબમાં રહે છે. મુસ્કાને સો.મીડિયામાં કહ્યું હતું કે તેને 25 વર્ષીય આમિર પ્રત્યે પ્રેમ થયો હતો. તેણે પોતાની ભેંસ માટે આમિરને રાખ્યો હતો.

Advertisement

મુસ્કાને કહ્યું હતું કે તેની પાસે ચાર ભેંસ હતી. આ તમામની દેખરેખ માટે આમિરને રાખવામાં આવ્યો હતો. આમિર ઘણી જ પ્રામાણિકતાથી કામ કરતો હતો. તેના આવ્યા બાદ ભેંસ પણ વધારે દૂધ આપતી હતી. મુસ્કાન નોકર આમિરના કામથી ઘણી જ પ્રભાવિત થઈ હતી. ધીમે ધીમે તેને આમિર ગમવા લાગ્યો હતો. થોડાં સમય બાદ મુસ્કાને પોતાના મનની વાત આમિરને કહી હતી.

મુસ્કાને આગળ વાત કરતાં કહ્યું હતું કે જ્યારે આમિર તબેલામાં ભેંસને સ્નાન કરાવતો હતો ત્યારે તેણે પ્રપોઝ કર્યું હતું. તેણે એમ કહ્યું હતું કે તે તેને પસંદ કરવા લાગી છે અને નિકાહ કરવા ઈચ્છે છે. આ સાંભળીને આમિરને આંચકો લાગ્યો હતો. મુસ્કાનને જવાબ આપવા માટે આમિરે સાંજ સુધીનો સમય માગ્યો હતો. આમિરે સાંજે પરિવારને પૂછીને લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.

20 વર્ષીય મુસ્કાન પોતાની માતા સાથે એકલી રહે છે. માતાએ પણ નોકર સાથે નિકાહ કરવાની ના પાડી નહોતી. આમિર સાથે નિકાહ કર્યા બાદ મુસ્કાને ભેંસની દેખરેખ માટે અન્ય ત્રણ માણસો રાખ્યા છે. મુસ્કાને એમ કહ્યું હતું કે નિકાહ બાદ તે આમિરને વધુ પ્રેમ કરવા લાગી છે. આટલું જ નહીં, આમિરે કહ્યું હતું કે મુસ્કાન સાથે નિકાહ કર્યા બાદ તેને બધું જ મળી ગયું છે.

આમિર પત્ની માટે ગીતો પણ ગાય છે. મુસ્કાન પણ શાયરી ગાતી રહેતી હોય છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!