માતૃભૂમિની રક્ષા કરનારા ભાવનગર વીર જવાન થયા શહીદ, નાનકડા એવા ગામમાં છવાયો શોક

માતૃભૂમિની રક્ષા કરવા માટે આપણા દેશના વીર જવાનો હંમેશા ખડાપગે રહે છે, અને માતૃભૂમિની રક્ષા કરવા માટે પોતાના જીવનનું બલિદાન પણ આપી દેતા હોય છે. દુશ્મનો સામે લડતા લડતા આપણા દેશના વીર જવાનો શહીદી વહોરી લેતા હોય છે, જેમના શહીદ થવાની ખબર આવતા જ આખો દેશ પણ ગમગીન બને છે. આવા એક દુઃખદ અને આંચકાજનક સમાચાર ભાવનગર જિલ્લામાંથી સામે આવ્યા છે. બનાવની જાણ થતા જ પરિવારમાં હડકંપ મચી ગયો છે.

Advertisement

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલા રોહિશાળા ગામના વતની અને ભારતીય એરફોર્સમાં ક્લાસવન ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા 25 વર્ષિય જયદ્રથસિંહ સરવૈયા શહીદ થવાના સમાચાર આવતા જ સમગ્ર પંથકમાં ઊંડા શોકનો માહોલ ફરી વળ્યો છે.

Advertisement

શહીદ જયદ્રથસિંહ સરવૈયાનો પાર્થિવ દેહ તેમના પરિવારજનો દ્વારા આજે હવાઈમાર્ગે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જેના બાદ પુરા સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. જયદ્રથસિંહ સરવૈયાના શહીદ થવાની ખબરને લઈને નાનકડા એવા રોહિશાળા ગામની અંદર પણ ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

જયદ્રથસિંહ સરવૈયાના શહીદ થવા અંગેની જાણકારી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેમને ટ્વીટ કરીને જણાવ્યું કે- ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના રોહિશાળા ગામના વતની અને ઇન્ડિયન એરફોર્સ માં અધિકારી તરીકે ફરજ બજાવતા જયદ્રથસિંહ સરવૈયા શહીદ થતા શોકની લાગણી અનુભવું છું પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારને આવી પડેલ આફત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના. 🙏🙏🙏

એરફોર્સની સૌથી અઘરી કહી શકાય તેવી પરીક્ષા પાસ કરી તેઓ એરફોર્સમાં જોડાયા હતા અને ભણવામાં ખુબ તેજસ્વી હતા. પહેલા બેંગ્લોર ટ્રેનિંગ પુરી કરી ગત જાન્યુઆરી માસમાં ભાવનગર ઘરે આવ્યો હતો. તેમના પિતા પ્રદ્યુમ્નસિંહ ખેતી અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને તેનો નાના ભાઈ પરંજય અમદાવાદ મેડિકલનો અભ્યાસ કરે છે

14મી તારીખે તેના પિતા પ્રદ્યુમ્નસિંહનો જન્મદિવસ હતો અને તેમને જન્મ દિવસની શુભેચ્છા પણ આપી હતી. તેની ડાયરીમાં હેપી બર્થ-ડે, પપ્પા… તેવું લખેલું મળ્યું હતું. ચાર દિવસ બાદ તેને રજા મળવાની હોવાથી ભાવનગર આવવાનો હતો પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું

Advertisement

Leave a Reply

error: Content is protected !!