કરોડોની સંપત્તિ હોવા છતાંય ‘કાલીનભૈયા’ જીવે છે સાવ ગામડીયા જેવું જીવન, જુઓ તસવીરો
કોઈપણ માણસને સફળતાના શિખર સ્પર્શવા માટે સંઘર્ષ અને મહેનતની ભઠ્ઠીમાં તપવુ પડે છે. ત્યારે જ તે દેશ અને દુનિયામાં પોતાનું નામ કરી શકે છે. પંકજ ત્રિપાઠી બોલિવૂડના ઓછા પ્રતિભાશાળી એક્ટરમાંથી એક છે. તેમણે પોતાની કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. માયાનગરી માં પોતાની કલાનો જલવો બતાવનારા અને દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ હાંસલ કરનારા પંકજ ત્રિપાઠી પોતાના ગામ અને ગ્રામીણ માહોલની ખૂબ જ નજીક છે.
પંકજ ત્રિપાઠી મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના છે. તેમના માતા-પિતા અત્યારે પણ ગામડે જ રહે છે. પંકજ ત્રિપાઠી આજે પણ ગામડા સાથે જોડાયેલા વ્યક્તિ છે. જેની ઝલક તેમના મુંબઈના ઘરમાં પણ જોવા મળે છે. તેમના ઘરમાં જતા જ લાકડાનો પટારો અને ખાટલો જોવા મળે છે.
પંકજ ત્રિપાઠી મુંબઈ આવ્યા પછી પણ તેમનું ગામડા સાથે એટલું જ મજબૂત કનેક્શન છે કે, તમામ સુખ સુવિધા ઉપરાંત તે વિચારે છે કે ગામડા માટે કંઈક ને કંઈક વિચારતા રહે છે અને કરતા રહે છે. એક સમયે તે પોતાના ગામની એક ટીમને વોલીબોલ ટુર્નામેન્ટમાં મોકલવાનો પ્રયત્ન કરતા હતા.
પંકજ ત્રિપાઠી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘તમને લાકડાની વસ્તુ પસંદ છે.’ ખાટલા વિશે પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે, ‘લાકડું મુંબઇમાં ખરીદ્યો છે, દોરી ગામડેથી મંગાવી અને તેમના સસરાએ ખાટલો ભરી આપ્યો હતો.’
પંકજ ત્રિપાઠીને જ્યારે પણ સમય મળે છે ત્યારે તે પોતાના ગામ જરૂર જાય છે. ગામડે ક્યારેક તે ખેતી કરતા તો ક્યારેક લીટ્ટી ચોખા બનાવતા જોવા મળ્યા છે.
પંકજ ત્રિપાઠી હિન્દી સિનેમાના એક ઉચ્ચ દરજ્જાના કલાકાર છે. તે અત્યાર સુધીમાં બૉલીવુડમાં કેટલીય હિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ અભિનેતાએ અર્શથી ફર્શ સુધીનો સફર પસાર કર્યો છે અને તેની પાછળ રહી છે તેની મહેનત અને કઠોર પરિશ્રમ.
તેણે પોતાના જીવનમાં ખરાબ દિવસ પણ જોયા અને આજે તે અભિનેતા હિન્દી સિનેમા પર રાજ કરે છે. તેમના ધીર-ગંભીર પાત્ર અને શ્રેષ્ઠ અભિનયના સૌ કોઈ દિવાના છે. હિન્દી સિનેમામાં પંકજે પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવી છે.