પૂર્વ પ્રેમીનું કારસ્તાન, પ્રેમીકાની અંગત પળોનાં ફોટા- વીડિયો પતિ અને સગાઓ સુધી પહોંચી ગયા, થઈ જોવા જેવી

ગાંધીનગરના સેક્ટર – 7 જે એમ ચૌધરી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીને સોશ્યલ મીડિયામાં પાંગરેલો પ્રેમ ભારે પડી ગયો છે. ભૂતકાળમાં પ્રેમી સાથે પડાવવામાં આવેલા ફોટા તેના પતિ સહિતના સગા સંબંધીઓ સુધી સોશ્યલ મીડિયાના માધ્યમથી પહોંચી ગયા હતા. આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં અંગત પળોનાં ફોટા બીજા કોઈએ નહીં પણ તેના પ્રેમીએ જ વાયરલ કર્યા હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

ભાવિ નર્સ નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે
સોશ્યલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી પ્રેમી સાથે ફોટા પડાવવાનું નર્સિંગની વિદ્યાર્થીનીને ભારે પડી ગયું છે. હજી તો સમાજના રીત રિવાજ મુજબ છ મહિના પહેલા જ લગ્ન કરીને ઘર સંસાર શરૂ કરનાર પરિણીતાના પતિ અને સગા સંબંધીઓ સુધી પ્રેમી સાથેના અંગત પળોનાં ફોટા પહોંચી જતાં હવે તેણીનો સંસાર ડામાડોળ થઈ ગયો છે. પોલીસ સૂત્રોના કહ્યા મુજબ મૂળ મહીસાગર જિલ્લાની વતની 22 વર્ષીય યુવતી હાલમાં સેક્ટર -7 જે એમ ચૌધરી કોલેજમાં નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે.

Advertisement

સોશ્યલ મીડિયાથી પ્રેમ થયો, હવે પસ્તાવાનો વખત આવ્યો
આજથી દોઢ વર્ષ અગાઉ યુવતીને ઇનસ્ટ્રાગામનાં માધ્યમથી સંતરામપુરનાં ગિરીશ જાલુભાઈ ડામોર સાથે મિત્રતા થઈ હતી. આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. જે બાદ બંને ગાંધીનગરમાં એકબીજાને મળતા હતા અને અલગ-અલગ સ્થળોએ ફરવા પણ જતાં હતાં. આ દરમિયાન પ્રેમી ગિરીશ ડામોર બંનેના મોબાઈલમાં ફોટા પાડતો હતો. જોકે, આ પ્રેમ સંબંધોનો ટૂંકા ગાળામાં અંત આવી ગયો હતો. કેમકે તા. 5/8/2021 ના રોજ સમાજના યુવક સાથે યુવતીની સગાઈ નક્કી થઈ ગઈ હતી અને છ મહિના પહેલા બન્નેના લગ્ન પણ થઈ ગયા હતા. પરંતુ તેને સ્વપ્નેય અંદાજ હતો નહીં કે તેનો ભૂતકાળ માત્ર એક મહિનામાં જ વર્તમાન જીવનમાં જાહેર થઈ જશે. લગ્નનાં એક મહિના પછી તા. 15/9/2021 ના રોજ તેના પતિના મોબાઇલ ઉપર અલગ-અલગ નંબરો પરથી પ્રેમી સાથેના જૂના ફોટા અને વીડિયો પહોંચી ગયા હતા. સાથે બિભત્સ ગાળો પણ લખેલી હતી.

પતિને કોઈ શખ્સે વીડિયો મોકલ્યા
સ્વાભાવિક છે કે, આ જોઈને તેનો પતિ ચૂપ રહ્યો ન હતો અને કંકાસ પણ થવા લાગ્યો હતો. આટલું ઓછું હોય એમ સગા સંબંધીઓ સુધી પણ ઉક્ત અંગત પળોના ફોટા વીડિયો કોઈએ મોકલી આપતાં આખા પરિવારમાં બદનામી થઈ હતી. આવાં ફોટા વીડિયો લાંબા સમયથી અલગ-અલગ નંબરોથી ચાલે રાખ્યું હતું. બાદમાં બે મહિના પછી તેના પતિના ઇનસ્ટાગ્રામ આઈડી ઉપર પણ કોઈ અજાણ્યા આઈડી દ્વારા ફોટા વીડિયો મોકલી આપવામાં આવ્યાં હતા. જેમાં નીચે લખેલું હતું કે “જો તારી પત્ની ગિરિશ જોડે”. આ જોઇને તેનો પતિ પણ ભડકયો હતો.

સાયબર ક્રાઇમની તપાસમાં પૂર્વ પ્રેમીનો ભાંડો ફૂટયો
આખરે ગિરીશ ડામોર સામે શંકા રાખીને તેણીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જાન્યુઆરી 2022 માં ફરિયાદ કરી હતી. ત્યારે જઈને પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, ભૂતકાળનાં પ્રેમી ગિરીશ ડામોર જ ખોટા આઇડી – નામ ધારણ કરીને પ્રેમિકા સાથેના ફોટો વીડિયો પતિ સહિતના પરિવારજનોને મોકલી આપી બદનામ કરી હેરાન કરતો હતો. આમ પ્રેમી સાથે અંગત પળો દરમિયાન પડાવેલા ફોટા વીડિયોએ ભાવિ નર્સના જીવનમાં ભૂકંપ લાવી દીધો છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!