ખજુરભાઈ બાદ સમાજ સેવક પોપટભાઈ આહીર પણ બંધાયા સગાઈના બંધનમા…!  જુઓ સગાઈની સુંદર તસવીરો

ગુજરાતમાં સેવાભાવી લોકોનું નામ આવે એટલે એક ખજૂરભાઈ અને બીજા પોપટભાઈ. ગરીબ અને નિરાધાર લોકોની મદદ કરીને પોપટભાઈએ ગુજરાતમાં સારું એવું નામ કમાયું છે. થોડા સમય પહેલા ખજૂરભાઈએ સગાઈ કરી હતી અને હવે પોપટભાઈને લઈને એક ખુશીના સમાચાર સામે આવ્યા છે, તમને જાણીને આનંદ થશે કે પોપટભાઈ આહીરે સગાઈ કરી લીધી છે જેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

પોપટભાઈના મિત્ર મહિપતલસિંહ ચૌહાણએ આ સગાઈનો વિડીયો પોતાની ફેસબુક પેજ પર અપલોડ કર્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે પોપટભાઈ પોતાની સગાઈમાં પોતાની ભાવિ પત્ની સાથે ખુબ ખુશ દેખાય રહ્યા છે.

Advertisement

વિડીયોમાં જોઈ શકાય છે કે પોપટભાઈએ ડાર્ડ બ્લુ કલરના સૂટ અને થનાર ભાવી પત્નીએ પર્પલ અને બ્લું કલરના ચણિયાચોલીમાં કપલ સુંદર લાગી રહ્યું છે. થનાર ભાવી પત્ની વિશે હજુ કોઈ વધારે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

વિડીયોમાં જોઈ શકાય છે કે પહેલી પોપટભાઈએ ભાવી પત્નીને રીંગ પહેરાવતા જ લોકોએ તાળીઓ પાડવા લાગ્યા હતા, બાદમાં થનાર ભાવી પત્નીએ પોપટભાઈને રીંગ પહેરાવી હતી. સગાઈની ખુશી કપલની ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

આ સગાઈની વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોપટભાઈ આહિરના ચાહકોએ આ સમાજસેવીને લાખો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, જયારે અમુક ચાહકો પોપટભાઈને સારા જીવન માટે આશીર્વાદ પણ આપ્યા હતા. આ પરથી જ તમે જોઈ શકો છો કે પોપટભાઈની પ્રસિદ્ધિ કેટલી વધારે હશે.

પણ શું તમે જાણો છે કે પોપટભાઈનું નામ અસલી નામ રજનીભાઇ છે પરંતુ હાલ તેઓને બધા પોપટભાઈ તરીકે જ ઓળખે છે, આવું થવા પાછળ પણ ખુબ રસપ્રદ છે.

રજનીભાઇને નાનપણથી જ બહુ બોલબોલ કરવાની ખુબ ટેવ હતી આથી તેના કાકાએ તેમનું નામ પોપટ રાખ્યું અને ધીરે ધીરે જ લોકો રજનીભાઇ ભૂલીને તેઓને પોપટભાઈ તરીકે ઓળખવા લાગ્યા.

સૌના હૃદયમાં સ્થાન ધરાવતા પોપટભાઈના અભ્યાસની વાત કરીએ તો ભાવનગરના અનાથાશ્રમમાં સાત વર્ષ રહ્યા બાદ તેમણે સુરતની પીપી સાયન્સ કોલેજમાં B.Sc સુધીનો અભ્યાસ કર્યો. તેઓ હાલમાં એક સામાજિક કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે.

પોપટભાઈના પરિવાર વિશે વાત કરીએ તો, પરિવારમાં તેમની માતા અને તેમના મોટા ભાઈનો સમાવેશ થાય છે. જ્યારે તેઓ દોઢ વર્ષના હતા ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું.

પોપટભાઈને લગ્નગીતો ગાવાનો અને હોલીવુડની ફિલ્મો જોવાનો ખૂબ શોખ છે. પોપટભાઈની આવક વિશે વાત કરીએ તો, તેમની આવક વિડિયો વ્યુઝ, એડસેન્સ, પ્રમોશનમાંથી આવે છે અને તે સ્પોન્સરશિપ પર આધારિત છે.

હાલ પોપટભાઈ અને તેમની ટીમ સમાજ માટે સમાજસેવાનું કામ કરી રહ્યા છે. તેમની સેવાભાવી સંસ્થાનું નામ પોપટભાઈ ફાઉન્ડેશન છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!