માનતા પુરી થતા અડધો કિલ્લો ચાંદીનું છત્તર અર્પણ કરવા ગયો ભક્ત, તો મણીધર બાપુએ કંઈક એવું કહ્યું કે…
કચ્છ જીલ્લાના સામખીયારીથી ચાલીસ કિલોમીટર દૂર અને ભચાઉ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ એટલે ‘કબરાઉ’ માં આવેલ શ્રી “મોગલ ધામ”. શ્રી મોગલધામ કબરાઉની પાવન ભૂમિમાં શ્રી મોગલ માતાજીની અસીમ કૃપાથી લાખો શ્રદ્ધાળુઓ માંના દર્શન કરવા આવે છે. આજે પણ માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, તેથી મોટી સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.
મા મોગલના ધામમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન મા મોગલ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વિશેષ વાત એ છે કે માના ચરણે આવતા ભક્તો કોઈ દિવસ દુ:ખી થઈ પાછા ગયા નથી.
ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતા માના ચરણોમાં આવે છે. એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે તે સૌ કોઈ જાણે જ છે.
વાત કરીએ રાજકોટના એક ભક્તની જેનું નામ પ્રદિપભાઈ છે, જેઓ અનોખી ભક્તિભાવ સાથે માતાજીના ધામે પધાર્યા હતા. તેઓ મોગલ માના ચરણોમાં ચાંદીનું છત્તર અર્પણ કરવા માટે આવ્યા હતા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે આ છત્તરને તમારી માતાજીને ચડાવી દેજો,
ત્યારે પ્રદિપભાઈએ મણીધર બાપુને કુળદેવી વિશે જણાવતા કહ્યું કે અમારા કુળદેવી તો મા ખોડિયાર છે, તો મણધીર બાપુ જવાબ આપતા કહે છે આ તમે તમારા માતાજીના અર્પણ કરી દેજો અને મા મોગલ બહુ રાજી થશે…અને મોગલમાએ એકસો એકવાન ગણી તારી માનતા સ્વીકારી લીધી છે….બોલ જય મોગલમાં….