રાજુલાના સોની પરિવારે 58મી વર્ષગાઠ પર અંબામાંને 1 લાખથી વધુ કિંમતનું સોનાનું છત્ર અર્પણ કર્યુ, જુઓ તસવીરો
અરવલ્લીની ગિરિમાળાઓમાં વિરાજમાન મા અંબાનું શક્તિપીઠ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. તો મા જગતજનનીના ચરણે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો આવી માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે. તો સાથે સાથે માઇભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર માતાજીના મંદિરમાં દાન પણ આપતા હોય છે. જેમાં રોકડ રૂપિયાથી લઈ સોના ચાંદીના દાગીના સહિતના આભૂષણો પણ માતાજીના મંદિરે ભેટ સ્વરૂપ આપી મા અંબાનો આશીર્વાદ મેળવે છે.
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં મા અંબા બિરાજમાન છે. જ્યાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં માઇ ભક્તો દર્શને આવે છે. મા અંબાના ચરણોમાં વિવિધ ભેટ ધરે છે.
જેમાં ઘણા માઇ ભક્તો સોનાના આભૂષણો પણ ભેટ ધરતા હોય છે. ત્યારે રાજુલાના સોની પરિવારે શનિવારે રૂ.1,65,000ની કિંમતનું 31 ગ્રામ અને 740 મીલી ગ્રામનું છત્ર માતાજીના ચરણોમાં ભેટ ધર્યું હતું.
રાજુલાના વસંતીબેન સોનીએ પોતાના 58મી લગ્નતિથિ પ્રસંગે આ છત્ર ભેટ અર્પણ કર્યું હતું. સોની પરિવારે માતાજીના દર્શન કરી લગ્નતિથિ મનાવી હતી. આ સોની પરિવારે પોતે જ છત્ર બનાવી મંદિરમાં આપ્યું હતું.