નાગ પંચમીએ મહાદેવે ફરી દેખાડ્યો પરચો, ગાઢ જંગલની વચ્ચે શિવલિંગ પર ફણ ફેલાવી આપ્યા દર્શન, જુઓ તસવીરો

શ્રાવણ માસની શુક્લ પંચમીના રોજ નાગ પંચમીનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ આદર અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં નાગપંચમીનું વિશેષ મહત્વ છે.આ દિવસે ભક્તો નાગ દેવતાની પૂજા કરે છે અને તેમને પ્રસન્ન કરે છે જેથી નાગ દેવતા જીવનમાં હંમેશા તેમની રક્ષા કરે. આ દિવસે મહિલાઓ સવારે વહેલા ઉઠીને રોજિંદા કામમાંથી નિવૃત્ત થઈને નાગ દેવતાની પૂજા કરે છે. આ દિવસે સાપના દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Advertisement

એવું માનવામાં આવે છે કે ભાગ્યશાળી લોકોને આ દિવસે સાપ જોવા મળે છે. એવી માન્યતા છે કે નાગ પંચમીના દિવસે સાપને જોઈને તેને દૂધ પીવડાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. ભગવાન શિવના ભક્તો માટે સૌથી પવિત્ર ગણાતા આ તહેવાર પર નાગ અને શિવલિંગનો એવા દર્શનનો વિડિઓ સામે આવ્યો છે. આ વિડીયોને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Advertisement

વિડીયોમાં જોઈ શકાય છેકે આ સ્થળ ગાઢ જંગલ વચ્ચે આવેલું હોય એવું દેખાય છે. વિડીયોમાં સફેદ આરસ પત્થરના શિવલિંગ ઉપર એક વિશાળ સાપ બેઠેલો જોવા મળે છે. વિડિયો રેકોર્ડ કરી રહેલા લોકો પાછળથી કંઈક બોલતા સંભળાય છે કે ‘પ્રભુ ને સાક્ષાત દર્શન દીએ હૈ’. ‘ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય’, સાથે જ વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ કહે છે કે ‘ભોલે બાબાની મૂર્તિ સાબિત થઈ છે’.

સો.મિડીયા પર વાયરલ થઈ રહેલો આ વિડિઓ એક મિનિટ 22 સેકન્ડનો છે.વિડિયો શેર કરતા એક યુઝરે લખ્યું કે, નાગ પંચમી પર આવો અદભુત નજારો તમે ક્યારેય નહીં જોયો હોય, ફિલ્મોમાં જોયેલું સત્ય જુઓ, જય હો સત્ય સનાતન ધર્મ કી. સર્વત્ર શિવ.” તમને જણાવી દઈએ કે, આજે નાગ પંચમીનો તહેવાર છે.

ભગવાન શિવના ભક્તો આ દિવસે ભોલે બાબા અને સાપના આશીર્વાદ લે છે. આ તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. તે સમગ્ર ભારતમાં અલગ-અલગ રિવાજો સાથે ઉજવવામાં આવે છે. આ વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે આ વિડિઓ ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

Advertisement

Leave a Reply

error: Content is protected !!