રિક્ષા ડ્રાઈવરનો દિકરો પહેલાં જ પ્રયાસમાં બન્યો IAS અધિકારી, લોકોને નહોતો થતો વિશ્ર્વાસ

હાલમાં જ એક વેબ સીરિઝ આવી હતી જેમાં એવું બતાવવામાં આવ્યું કે માણસ પોતાની કિસ્મત ખુદ લખે છે. આ વેબ સીરિઝમાં જણાવવામાં આવ્યું છે કે માણસની કિસ્મત તેના કર્મોથી બને છે. આપણે જેવું કર્મ કરીએ છીએ આપણ કિસ્મત પણ એવી જ હોય છે. આજે અમે તમને એક એવી જ કહાની સાથે રૂબરુ કરાવવા જઇ રહ્યાં છીએ. આમ તો આ કહાની એક IASની છે પરંતુ જેઓએ ખુબ જ સંઘર્ષ બાદ આ સફળાત પ્રાપ્ત કરી છે. તો આવો જાણીએ આ આઇએએસ સાથે જોડાયેલી પ્રેરણાદાયક કહાની વિશે.

Advertisement

વાત છે આઇએએસ શેખ અંસાર અહમદની જેમનો જન્મ મહારાષ્ટ્રના એક નાના ગામમાં થયો હતો. અહમદનો પરિવાર ખુબ જ ગરીબ હતો. તેમના પિતા ઓટો ચલાવતા હતા, અહમદની બે બહેન અને એક ભાઇ છે. આટલા મોટા પરિવારનો ખર્ચ કાઢવો મુશ્કેલ હતો. આથી તેમની માતા પોતાનું ઘરકામ કર્યા બાદ બીજાના ખેતરમાં કામ કરતી હતી.

Advertisement

ઘરની આર્થિક તંગીને કારણે જ તેમના પિતાએ તેમનો અભ્યાસ છોડાવવાનું વિચાર્યું પરંતુ અહમત અભ્યાસમાં હોશિયાર હતા. આથી તેમના શિક્ષક પુરુષોત્તમ પડુલકરે તેમના પિતાને આવું ન કરવાની સલાહ આપી અને અહમદ કહે છે કે જો એ સમયે શિક્ષકે સાથ ન આપ્યો હોત તો તેઓ પણ આજે ઓટો જ ચલાવતા હોત.

કોમ્પ્યુટર શીખવા માટે હોટેલમાં વાસણ ધોવા પડ્યાઃ અહમદના પિતાએ તેમના શિક્ષકની વાત માની લીધી અને તેનો અભ્યાસ ચાલુ રાખ્યો. જ્યારે તેઓ 10માં ધોરણમાં હતા ત્યારે ઉનાળાના વેકેશનમાં તેઓએ નક્કી કર્યું કે તેઓ કોમ્પ્યુટરનો કોર્સ કરશે પરંતુ એ સમયે કોમ્પ્યુટર ક્લાસની ફી 2800 રૂપિયા હતી. તે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સારી રીતે જાણતા હતા આથી પૈસાની વ્યવસ્થા જાતે જ કરવાનું નક્કી કર્યું આ માટે તેઓ એક હોટેલમાં વેટરની નોકરી કરી લીધી. સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી તેઓ હોટેલમાં વોસણ સાફ કરતાં પછી કુવામાંથી પાણી ભરે ટેબલ સાફ કરવાની સાથે સાથે રાતે હોટેલની લાદી ધોવાનું કામ પણ કરતાં હતા. આ બધા કામ વચ્ચે તેઓને 2 કલાકનો સમય મળતો હતો જેમાં તેઓ જમતા અને કોમ્પ્યુટરના ક્લાસમાં જતા હતા.

ભ્રષ્ટાચાર દૂર કરવાનું છે લક્ષ્યઃ આ વાત એ સમયની છે જ્યારે અહમદ પોતાના પિતાની સાથે બીપીએલ યોજના સાથે જોડાયેલા કામ કરવા માટે સરકારી ઓફિસ પહોંચ્યા. ત્યાં ઓફિસરે તેમના પિતા પાસે કામ કરવાના બદલામાં લાંચ માગી. જ્યારે અહમદે પોતાના પિતાને પુછ્યું કે તેઓએ લાંચ કેમ આપી તો તેમના પિતાએ કહ્યું કે આજકાલ લાંચ આપ્યા વગર કોઇ કામ થતાં નથી.

બસ ત્યારથી જ અહમદે નક્કી કરી લીધું કે એક દિવસ ઓફિસર બની સમાજમાંથી ભ્રષ્ટાચાર દૂર કરશે. તેઓ જે કોલેજમાં ભણતા હતા ત્યાં એક શિક્ષકની પસંદગી MPSCમાં થઇ. અહમદ તેમનાથી પ્રભાવિત થઇ તેમની પાસેથી તમામ માહિતી લઇ લીધી. એ દરમિયાન તેમના શિક્ષકે પણ તેઓને યુપીએસસીની તૈયારી કેવી રીતે કરવી તે અંગે તમામ વાત જણાવી. ત્યારબાદ અહમદની એમપીએસસીમાં પસંદગી થઇ શકી નહીં.

આવી રીતે શરૂ થઇ આઇએએસ બનવાની કહાનીઃ અહમદની સફર અહીં અટકી નહીં, મુશ્કેલીઓ તો તેમની પાછળ પાછળ જ ચાલી રહી હતી પરંતુ તેઓએ પણ નક્કી કરી લીધું હતું કે તેઓ કંઇક કરીને જ રહેશે. એવામાં અહમદે પોતાની ગ્રેજ્યુએશન એ પૈસાથી કરી જે તેઓ ઉનાળાના વેકેશનમાં કમાતા હતા. જ્યારે તેમના ગ્રેજ્યુએશનના બે વર્ષ બાકી હતા તો તેઓએ યુપીએસસીની તૈયારી કરવા માટે પોતાનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ પર જ લગાવ્યું. જેના કારણે તેઓએ કામ કરવાનું પણ બંધ કરી દીધું. પરંતુ પૈસાની વ્યવસ્થા નાના ભાઇએ કરી જેઓ કામ કરતાં હતા.

તેમના નાના ભાઇએ 5માં ધોરણથી જ અભ્યાસ છોડી દીધો હતો અને કામ કરવાનું શરૂ કરી દીધું હતું. અહમદની પાસે અસફળ થવાનો વિકલ્પ ન હતો. આથી તેઓએ ખુબ જ મહેનત કરી અને સફળ પણ થયા. વર્ષ 2015માં તેઓએ પ્રથમ પ્રયાસમાં જ 361મો રેન્ક મેળવી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. અહમદ પોતાના પરિવાર અને શિક્ષકોને પોતાની સફળતાનો શ્રેય આપે છે. અહમદની આર્થિક સ્થિતિ એટલી દયનીય હતી કે જ્યારે તેઓએ પરીક્ષા પાસ કરી તો તેમની પાસે પૈસા ન હતા કે તેઓ મિત્રોને પાર્ટી આપી શકે. એવામાં તેમના મિત્રોએ પાર્ટી આપવાનું વિચાર્યું.

અહમદની અંસારની આ કહાની આપણને જણાવે છે કે કર્મના બળ પર આપણે આપણું ભવિષ્ય બનાવવું જોઇએ. બસ આ બધા માટે કેટલીક જરૂરી વાતો છે કે આપણે વર્તમાનની સમસ્યાઓથી ડરવું જોઇએ નહીં અને દ્રઢ ઇચ્છા શક્તિની સાથે કર્મપથ પર બન્યું રહેવું જોઇએ.

Advertisement

Leave a Reply

error: Content is protected !!