પ્રેમમાં અડખીલીરૂપ બનતો હતો પતિ, પત્નીએ અમદાવાદથી અડધી રાતે પ્રેમીને બોલાવી પતિને પતાવી દીધો

સુરતના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામમાં મહાત્મા ગાંધી આશ્રમની સંચાલિકાએ અમદાવાદના પ્રેમી સાથે મળી વકીલ પતિ વીરેન્દ્રસિંહ સેવાનીયાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ગત 16 મેના રોજ આખી હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સુરત ગ્રામ્ય પોલીસની સતર્કતા સાથે તલસ્પર્શી તપાસે હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. હત્યા કરનાર પત્ની ડીમ્પલ અને અમદાવાદથી તેના પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્માની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

પરિવારે આશંકા વ્યક્ત કરી હતી
ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે ગત તારીખ 16 મેના રોજ માજી સરપંચ અને વ્યવસાયે વકીલ એવા વીરેન્દ્રસિંહ સેવાનીયાનું મોત થયું હતું. પત્ની ડીમ્પલના જણાવ્યા અનુસાર રાત્રે પાણી પીવા જતા સમયે ધાબા પરથી પડી જવાથી મોત થયું હતું.

Advertisement

પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી અગ્નિ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા, પરંતુ પરિવારજનોને પત્નીના વ્યવહારથી કંઇક અજુગતું થયું હોવાનું લાગી રહ્યું હતું. જેથી સમગ્ર બાબતે પોલીસ સામે આશંકા વ્યક્ત કરી હતી.

જોકે આશંકાને લઇ કીમ પોલીસ સાથે સાથે જિલ્લા એલસીબી અને એસઓજી પણ તપાસમાં જોડાઈ હતી અને આખરે જિલ્લા એસઓજીને સમગ્ર બાબતે સફળતા મળી હતી.

પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી હતી
ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે ગાંધી કુટીરનું સંચાલન કરતી સંચાલિકા અને અમદાવાદથી વિઝીટ કરતા અધિકારી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્મા એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા.

ત્યારે પ્રેમ સંબંધમાં અડચણ રૂપ બનતા ગામના માજી સરપંચ અને વ્યવસાયે વકીલ એવા પતિની અડધી રાત્રે પત્નીના પ્રેમીએ પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

Advertisement

Leave a Reply

error: Content is protected !!