સીરિયલમાં અથાણું ને પાપડ વેચતા માધવી ભાભી રિયલ લાઈફમાં કરે છે કરોડોનો બિઝનેસ, જીવે છે લક્ઝૂરિયસ લાઈફ

ટીવીની પોપ્યુલર સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં માધવી ભાભીનો રોલ પ્લે કરનારી સોનાલિકા જોષી છેલ્લાં 14 વર્ષથી ગોકુલધામ સોસાયટીમાં ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભિડેની પત્નીનો રોલ પ્લે કરી રહી છે. 46 વર્ષની સોનાલિકા જોષી માત્ર રીલ લાઇફમાં જ નહીં પણ રિયલ લાઇફમાં પણ બિઝનેસ વુમન છે. સિરિયલમાં ભલે માધવી ભાભી અચાર પાપડ વેંચતી હોય પણ, રિયલ જિંદગીમાં તે ફેશન ડિઝાઈનિંગનો બિઝનેસ કરે છે. જેમાં તે કરોડો રૂપિયા કમાઇ લે છે.

Advertisement

શૉમાં પોતાની સાદગીથી દર્શકોનું દિલ જીતનારી એક્ટ્રસ સોનાલિકા રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે. 5 જૂન 1976ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલી સોનાલિકા રિયલ લાઈફમાં ટીવી પર જે દેખાય છે તેનાથી બિલકુલ વિપરીત છે. સોનાલિકા માત્ર સ્ટાઇલિશ નથી પણ કરોડોની સંપત્તિની માલિક પણ છે.

Advertisement

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માા’માં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યુશન ટીચર આત્મારામ તુકારામ ભિડેની પત્ની માધવીનો રોલ પ્લે કરનારી સોનાલિકા છેલ્લાં 14 વર્ષથી શૉ સાથે જોડાયેલી છે. સોનાલીકાએ યુનિવર્સિટી ઓફ મુંબઈથી કોલેજ સ્ટડી કર્યું છે.

સોનાલિકા જોશી દ્વારા ભજવવામાં આવેલી માધવી ભાભી એ કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું પ્રખ્યાત પાત્ર છે, જે લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. શોમાં માધવી અચર-પાપડનો ધંધો કરતી એક સાદી મહિલાનો રોલ કરી રહી છે.

રિપોર્ટ મુજબ, તારક મહેતા કા ઉલટા ચશ્મામાં એક્ટિંગ કરવા માટે તેમને દિવસના 25 હજાર રૂપિયા મળે છે. રિયલ જિંદગીમાં માધવી ભાભી કરોડો રૂપિયાની માલકિન છે.

સોનાલિકા જોશી માત્ર શોમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ એક્ટિંગ સાથે બિઝનેસ કરે છે. ફરક માત્ર એટલો છે કે તેઓ અથાણું અને પાપડ વેચતા નથી, પરંતુ કરોડોનો બિઝનેસ કરે છે. અને માધવી ભાભીની જેમ સાદું નહીં પણ લક્ઝરી લાઈફ જીવે છે.

સોનાલિકા જોશી ઉર્ફે માધવી ભીડે એક સફળ બિઝનેસ વુમન છે જેનું ટર્નઓવર કરોડો રૂપિયામાં છે. સોનાલિકા ઘણા વર્ષોથી ડિઝાઈનિંગનું કામ કરે છે અને આ બિઝનેસમાંથી કરોડો રૂપિયા કમાય છે. સોનાલિકા પોતાની ફેશન બ્રાન્ડ, શો અને સ્પોન્સર્સ પાસેથી પણ રૂપિયા કમાય છે.

સોનાલિકા મોંઘી કારની પણ શોખિન છે. તેમની પાસે 18 લાખ રૂપિયાની MG Hector, Swanky Maruti અને ટોયોટા ઇટિયોસ સહિતની મોંઘી કાર છે.

મહારાષ્ટ્રની સોનાલિકા મરાઠી પરિવારથી છે. સોનાલિકાએ પોતાના કરિયરની શરૂઆત થિએટરથી કરી હતી. આ પછી તેમણે ઘણી મરાઠી સિરિયલમાં પણ કામ કર્યું હતું.

સોનાલિકા જોષીએ મિરાંડા હાઇસ્કૂલ કોલકાતાથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે. આ પછી તેમણે યૂનિવર્સિટી ઓફ મુંબઈમાંથી હાયર એજ્યુકેશન લીધું છે. તેમણે ઇતિહાસમાં BA કર્યું છે. સોનાલિકા ફેશન ડિઝાઈનિંગ અને થિએટરની પણ ડિગ્રી લીધી છે.

સોનાલિકા જોષીએ 5 એપ્રિલ, 2004માં સમીર જોષી સાથે લગ્ન કર્યાં હતાં. બંનેને એક દીકરી છે. જેનું નામ આર્યા જોષી છે. માધવી ભાભીને એક્ટિંગ ઉપરાંત ફરવાનો પણ શોખ છે. તે સોશિયલ મીડિયા પર ટ્રાવેલિંગના ફોટો શેર કરતી રહે છે.

દીકરી આર્ય જોષી સાથે તારક મહેતા સિરિયલની માધવી ભિડે એટલે કે સોનાલિકા જોષી.

જોકે, સોનાલિકા જોષીને ઓળખ તારક મહેતા કા ઉલટા ચશ્માથી મળી હતી. સિરિયલમાં અલગ અલગ વેરાઇટીની સાડીઓમાં જોવા મળતી સોનાલિકાને દર્શક ખૂબ જ પસંદ કરે છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!