વાલીઓ ચેતજો..! ટીનેજરને મોડી રાત સુધી ગેમ રમવાની આદત મોંઘી પડી, અપૂરતી ઊંઘને કારણે અકાળે મૃત્યુ પામ્યો

જો તમારું બાળક આખી રાત જાગીને ગેમ રમ્યા કરે છો તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. થાઈલેન્ડથી એક ચેતવણીરૂપ અને શૉકિંગ કિસ્સો સામે આવ્યો છે. થાઈલેન્ડમાં એક ટીનેજરને મોડી રાત સુધી મોબાઈલ અને લેપટોપ પર ગેમ રમવાની આદત હતી. આ ગેમિંગની આદતના કારણે તેનું મૃત્યુ થયું છે.

Advertisement

જિંગના 18 વર્ષીય દીકરાની મોડી રાત સુધી ગેમ રમવાની આદત હતી. તે મોડી રાત સુધી મોબાઈલ અને લેપટોપ પર ગેમ રમતો અને અડધી રાતે નાહીને સૂઈ જતો. બીજે દિવસે સવારે તે વહેલાં ઊઠી સ્કૂલે જતો હતો. ગયા શુક્રવાર સુધી ટીનેજરની આ જ દિનચર્યા રહી હતી, પરંતુ શનિવારે રાતે કંઈક એવું બન્યું કે ગેમ રમતાં રમતાં તેની જ ગેમ ઓવર થઈ ગઈ.

Advertisement

ગેમ રમતાં રમતાં જિંદગીની ગેમ ઓવર થઈ ગઈ
જિંગની માતા તેને સવારના નાસ્તો કરવા માટે ઉઠાડવા ગઈ, પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહિ. માતાને લાગ્યું કે આજે સ્કૂલે રજા હશે તેથી તે ઉઠ્યો નથી. બપોરના 2 વાગ્યા સુધી પણ તેની કોઈ હલચલ ન જણાતા જિંગ ફરી તેના દીકરાને ઉઠાડવા ગઈ, પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. જિંગને દાળમાં કંઈક કાળું જણાતાં પાડોશીઓને દીકરાના રૂમમાં જોવા કહ્યું તો દીકરો પલંગમાં વિચિત્ર રીતે સૂતેલો દેખાયો અને તેના હાથમાં મોબાઈલ હતો.

જિંગે પોલીસ બોલાવી અને તેમણે દરવાજો ખોલ્યો તો જોયું કે જિંગનો દીકરો ગેમ રમતાં રમતાં જિંદગીની ગેમ હારી ગયો છે. અધિકારીઓ તેનાં મૃત્યુની ખાતરી કરવા માટે તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો.

અપૂરતી ઊંઘને લીધે જીવ ગુમાવ્યો
પોલીસ અધિકારી કિતિસાકના જણાવ્યા પ્રમાણે, તેનું મૃત્યુ અપૂરતી ઊંઘને કારણે આવેલા હાર્ટ અટેકથી થયું હોઈ શકે છે. મોડી રાત સુધી ગેમ રમીને પણ બીજા દિવસે વહેલાં સ્કૂલે જવાનાં રૂટિનમાં તેનાં શરીરને પૂરતો આરામ ન મળ્યો હોવાથી તેનું અકાળે મૃત્યુ થયું હોઈ શકે છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!