ગોઝારી ઘટનાઃ ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર સેન્ડવિચ બની ગઈ, પતરાં ચીરી મૃતદેહ બહાર કઢાયો

અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર સેન્ડવિચ બની ગઇ હતી. પતરાં ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો.

Advertisement

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Advertisement

ટ્રિપલ અકસ્માતની આ ગોઝારી ઘટનાથી પંથકમાં અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. અકસ્માત સર્જાતાં જ હાઇવે ઉપર ટ્રાફિકજામના દૃશ્યો સામે આવ્યાં હતાં.

આજુબાજુના લોકો તેમજ વાહનચાલકો ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું.

ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે પતરા ચીરીને મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડાયો હતો.

Advertisement

Leave a Reply

error: Content is protected !!