ભારતમાં બની રહ્યું છે ૐ આકૃતિવાળું મંદિર, 400થી વધુ કારીગરો દિવસ-રાત કરે છે કામ, જુઓ તસવીરો

જોધપુર શહેરથી 71 કિલોમીટર દૂર જાડન ગામમાં ૐ આકારનું ભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે. જાડનમાં બની રહેલા ૐ આકારના મંદિરે ઓમનું સ્વરૂપ લઈ લીધું છે. મંદિર 250 એંકર જમીનના પરિસરમાં નિર્માણ થઈ રહ્યું છે. આકાશમાંથી લેવામાં આવેલ તસવીર ૐની અનુભૂતિ કરાવે છે. આકર્ષક દેખાવનાર મંદિરનો શિલાન્યાસ વર્ષ 1995માં થયો હતો. આશા છે કે, 2024-25 સુધી મંદિરનું નિર્માણ થઈ જશે. સ્વામી મહેશ્વરાનંદનો દાવો છે કે, આખા ભૂમંડળ પર ૐ આકૃતિનું આ પહેલું નિર્માણધીન મંદિર છે.

Advertisement

ઓમ આકારના આ મંદિરમાં ભગવાન મહાદેવની 1008 મૂર્તિઓ લગાવવામાં આવશે જેમાં તમને 12 જ્યોતિર્લિંગ જોવા મળશે. આ મંદિરનું શિખર 135 ઉંચુ છે. મંદિર પરિવારમાં 108 કક્ષ બનાવવામાં આવ્યા છે. સમગ્ર મંદિર પરિસરને 2000 સ્તંભ પર બનાવવામાં આવ્યું છે. મંદિર નિર્માણ માટે લગભગ 400થી વધારે લોકો કામે લાગેલા છે.

Advertisement

ઓમ આકૃતિની વચ્ચે-વચ્ચે ગુરૂ માધવાનંદજીની સમાધિ બનાવવામાં આવેલ છે. તેના ઉપરના ભાગમાં સ્ફટિકના શિવલિંગથી મંદિર તૈયાર કરવામાં આવેલું છે. ઉપરના ભાગમાં બ્રહ્માંડ જેવી આકૃતિ બહુ જ ખૂબસુરત લાગે છે. ઓમ આકૃતિના મંદિર બનાવવા માટે પત્થર ધૌલાપુરની બંસી પહાડીથી લાવવામાં આવે છે. આ મંદિર પરિસરની નીચે 2 લાખ ટનની ટાંકી પણ બનાવવામાં આવેલી છે.

ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશને ઓમનું પ્રતિક માનવામાં આવે છે. ઓમનું નિરાકાર ભવ્ય મંદિરનું રૂપ ભારતની ધરતી પર બનાવવામાં આવી રહ્યું છે. જાડન ગામના સેટેલાઈટ અથવા ડ્રોનથી જોવા પર ઓમ મંદિર ખૂબસૂરત જોવા મળે છે. હિંદુ ધર્મમાં ઓમ મંત્રને મહામંત્ર માનવામાં આવે છે અને રોજ સવારે ઉઠીને તે મહામંત્રના જાપ કરવામાં આવે છે.

ઓમ મહામંત્રના જાપ એટલા સતારાત્મક છે કે દેશ જ નહીં વિદેશમાં પણ હવે ઘણાં મંદિરોમાં કરતાં જોવા મળે છે. ઓમ આકારના ભવ્ય મંદિરનું નિર્માણ અને જગ્યા જોવા માટે આ રીતે છે રસ્તો. રાજસ્થાનના પાલી જિલ્લામાં જાડન ગામ નેશનલ હાઈવે 62 પર આવેલું છે અને જોધપુર એરપોર્ટથી 71 કિલોમીટર દૂર છે. દિલ્હી, અમદાવાદની વચ્ચે ચાલી રહેલ ટ્રેન મારવાડ જંક્શન નજીક હોવાથી તમે સરળતાંથી પહોંચી શકો છો.

Advertisement

Leave a Reply

error: Content is protected !!