બોયફ્રેન્ડે શક્તિવર્ધક દવા પીને પરાણે સંબંધો બાંધ્યા, યુવતી બેભાન થઈ ગઈ અને…

19 વર્ષની યુવતીની હત્યામાં પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. પોલીસે આ કેસમાં તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી છે. આરોપીએ યુવતીને ઘરમાં એકલી ભાળીને જબરદસ્તીથી સંબંધ બનાવ્યા હતા. એટલું જ નહીં તેણે યુવતી સાથે જે હેવાનીયત આચરી હતી તે સાંભળીને પોલીસ ધ્રુજી ગઈ હતી.

Advertisement

આરોપી યુવકે યુવતી સાથે સંબંધ બાંધતા પહેલા તે જાતીયશક્તિ વધારતી દવાનુ સેવન કર્યું હતું. જેના કારણે તેણે યુવતી સાથે લાંબા સમય સુધી સંબંધ બાંધ્યો હતો, જેનો યુવતીએ વિરોધ કર્યો હતો. પણ દવા પીધી હોવાથી યુવક પોતાને રોકી નહોતો શક્યો અને ઉત્તેજનમાં આવીને તેની સાથે સંભોગ કરતો જ રહ્યો હતો. જેના કારણે યુવતી બેભાન થઈ ગઈ હતી અને તેના ગુપ્તાંગમાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું હતું. આ દરમિયાન તેનો બોયફ્રેન્ડ તેને મૂકીને ભાગી ગયો હતો.

Advertisement

આ હચમચાવી દેતો બનાવ ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના સદર વિસ્તારનો છે. પોલીસ અધિકારી સિદ્ધાર્થ શંકર મીણાએ જણાવ્યું હતું કે હુસૈનનગર ગામમાં એક દલિત યુવતીનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો. આ મામલામાં પહેલાં બે યુવકોની ધરપકડ કરી હતી.

પોલીસ આ કેસમાં યુવતીની વોટ્સઅપ ચેટ અને કોલ ડિટેલ્સ ચેક કરી હતી જેમાં યુવતીના પ્રેમી રામબરન ઉર્ફે રાજ ગૌતમની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં યુવકે જણાવ્યું હતું કે તે યુવતી સાથે શેર ચેટ દ્વારા વાતચીત કરતો હતો. ગઈ 10મી નવેમ્બરના રોજ વાતચીત બાદ તેના ઘરે ગયો હતો. જ્યાં તેણે શક્તિવર્ધક દવાનો ઓવરડોઝ લઈને પ્રેમિકા સાથે સંબંધ બનાવ્યા હતા. જેના કારણે યુવતી બેભાન થઈ હતી અને તેના પ્રાઈવેટ પાર્ટ્સમાંથી ખૂબ લોહી વેહવા લાગ્યું હતું. જેના કારણે ડરીને તે પ્રેમિકાને એ જ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. ખૂબ બ્લિડિંગના કારણે યુવતીનું મોત નિપજ્યું હતું.

આરોપીએ કબૂલ્યું હતું, ‘હું સાથે શક્તિવર્ધક દવા લઈને ગયો હતો. સંબંધ બનાવતા પહેલા મેં બે ગોળી ખાધી હતી. તેણે મને રોક્યો , પણ દવા ખાવાના કારણે મેં તેની કોઈ વાત માની નહોતી. હું તેની સાથે જબરદસ્તી કરતો રહ્યો. તે અસહજ હતી, પણ તે સમયે મને કંઈ સમજમાં આવતું નહોતું.’

આરોપીએ ઉમેર્યું કે, ‘થોડો સમય પછી તે બેભાન થઈ ગઈ. તેને લોહી નીકળી રહ્યું હતું. હું તેને આ હાલતમાં જોઈને ડરી ગયો. તે મારી પાસે મદદ માંગી રહી હતી, પણ હું ત્યાંથી ભાગી ગયો હતો. મારી પાછળ આવતા આવતા તે ફળિયામાં પડી ગઈ હતી. ત્યાર પછી હું ત્યાંથી નીકળી ગયો. કેમ કે તેની નાની બહેનનો આવવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી મને ખબર પડી કે તે મરી ચૂકી છે. ‘

પોલીસના કહેવા મુજબ આરોપી 25 વર્ષીય રાજ ગૌતમ રાવતપુર ગામનો રહેવાશી છે. તે ડીએસએન કોલેજમાં માસ્ટર ઓફ આર્ટસનો અભ્યાસ કરી રહ્યો છે અને એક પ્રાઈવેટ સ્કૂલમાં ટીચરની નોકરી પણ કરી રહ્યો છે.

પોલીસનું કહેવું છે કે આરોપીના ફોનમાંથી બીજી ઘણી યુવતીની ચેટ મળી છે. જેની સાથે તે વાતો કરતો હતો. પ્રાપ્ત વિગત મુજબ આરોપી શિક્ષક પોતાનાથી 6-7 વર્ષ નાની યુવતીઓને ટાર્ગેટ કરતો હતો અને પોતાની પ્રેમ જાળમાં ફસાવતો હતો.

Advertisement

Leave a Reply

error: Content is protected !!