દીકરી માટે લોકોએ 16 કરોડ એકઠાં કર્યા, ઈન્જેક્શન આપ્યું છતાં આંખો મીચી દીધી, જુઓ તસવીરો

તે હવે આ દુનિયામાં નથી રહી…16 કરોડ રૂપિયાનું એક ઈન્જેક્શન લગાવ્યા બાદ પણ કદાચ ભગવાનને આ જ મંજૂર હશે. લોકોએ કરેલી આર્થિક મદદ બાદ એક વર્ષની માસૂમ દીકરીને 16 કરોડ રૂપિયાનું મોંઘુ ઈન્જેક્શન લગાડવામાં આવ્યું હતું, છતાં પણ તેને બચાવી શકાઈ નથી. ગુજરાતના ધૈર્યરાજની જેમ જ મહારાષ્ટ્રના પુનામાં વેદિકા શિંદે નામની દીકરીને સ્પાઈનલ મસ્કુલર એટ્રોફી ટાઈપ વન નામની બીમારી હતી.

Advertisement

દીકરીને આ બીમારી થયા બાદ પિતા પર જાણે આભ તૂટી પડ્યું હતું. વેદિકાના પિતાએ લોકો પાસે આર્થિક મદદ માંગી હતી. લોકોએ પણ માસૂમનો જીવ બચાવવા દીલ ખોલીને 14 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું

Advertisement

દાનમાં મળેલા રૂપિયાથી પુનાની હોસ્પિટલમાં દાખલ વેકિદાને ડૉક્ટરોએ 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન આપ્યું હતું. ઈન્જેક્શ આપ્યા બાદ વેદિકાના પરિવારજનોએ વેદિકાની તબિયતમાં સુધારો થતો હોવાની પોસ્ટ પણ સોશ્યલ મીડિયામાં મૂકી હતી.

જોકે ભગવાનને કંઈક અલગ જ મંજૂર હતું. છેલ્લા ઘણા દિવસોથી દુર્લભ બીમારીનો સામનો કરી રહેલી વેદિકાને 16 કરોડ રૂપિયાનું ઈન્જેક્શન આપ્યું છતાં બચાવી શકાઈ નહોતી. રવિવારે સાંજે 6 વાગ્યે શ્વાસ લેવામાં તકલિફ થતાં વેદિકાને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણે અંતિમ શ્વાસ લઈ દુનિયામાંથી અલવિદા કહ્યું હતું.

વેદિકાના પરિવારજનોએ કહ્યું કે તેની હાલતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો હતો. જ્યારે હોસ્પિટલમાં વેદિકાની સારવાર કરી ચૂકેલા એક ડૉક્ટરોએ જણાવ્યું હતું કે વેદિકાનું મોત ‘ફીડ એસ્પિરેશન’ના કારણે થયું છે, જે ફીડિંગ પ્રક્રિયાથી ઉત્પન્ન થતી અનિયમિતતા કારણે આવું થાય છે.

બીજી તરફ વેદિકાના મોતથી પરિવારજનોને સાથે અનેક લોકોને ઘેરો આઘાત લાગ્યો છે. વેદિકાનો જીવ બચાવવા ડોનેશન આપનાર લોકો ગમગીન થઈ ગયા હતા.

વેદિકા માટે ઈન્જેક્શનના પૈસાનો મેળ થઈ જતાં પરિવાર ખુશ હતો. પણ ભાગ્યેને કંઈક અલગ મંજૂર હતું અને દીકરીને બચાવી શકાઈ નહોતી.

નોંધનીય છે કે વેદિકા જેવી જ ગુજરાતમાં બે બાળકોને બીમારી હતી. જેમાં ધૈર્યરાજ માટે 16 કરોડ રૂપિયા એકઠાં થઈ જતાં તેને ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. જેમાં ધૈર્યરાજને ઉગારી લેવામાં આવ્યો હતો. ગુજરાતમાં ધૈર્યરાજ બાદ વિવાન નામના વધુ એક બાળકને આ બીમારી હોવાનું સામે આવ્યું હતું. અત્યારે વિવાન માટે ગુજરાતભરમાં ફાળો એકઠો કરવામાં આવી રહ્યો છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!