આખરે કેમ માથા પર તિલક કર્યા બાદ લગાવવામાં આવે છે ચોખા..!, મોટા ભાગના લોકો છે આ વાતથી અજાણ

ઘણા લોકો પૂજા અથવા શુભ કાર્યો દરમિયાન કપાળ પર તિલક લગાવતા હોય છે. આ તિલક કુમકુમ, ચંદન, કેસર વગેરેનું હોઈ શકે છે. જો તમે ધ્યાન આપ્યું હોય તો, તિલક લગાવ્યા પછી કપાળ પર ઘણી વાર ચોખા પણ લગાવવામાં આવે છે. તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ચાલો જાણીએ.

Advertisement

કપાળ પર તિલક કર્યા પછી ચોખા લગાવવાના ઘણા કારણો છે. ઉદાહરણ તરીકે, એવું તર્ક છે કે ચોખા સૌથી શુદ્ધ ખોરાક છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ નાના પૂજાથી લઈને મોટી ધાર્મિક વિધિઓ સુધી દરેક જગ્યાએ થાય છે. જ્યારે ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવે છે ત્યારે તેમાં પણ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તિલકમાં શ્રદ્ધા અને જૂની પરંપરાને કારણે પણ ચોખા લગાવવામાં આવે છે.

Advertisement

કેટલાક લોકો ચોખાને સફળતાનું પ્રતીક માને છે. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે જેનો ક્યારેય નાશ થઈ શકતો નથી. જે ક્યારેય મરી જતું નથી. જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે ચોખા લગાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ચોખાનો ઉપયોગ કરવાથી, કોઈપણ કામ કોઈપણ અવરોધ વિના સમયસર પૂર્ણ થાય છે. હવન કરતી વખતે પણ દેવતાઓને ચોખા ચડાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ઓખા અર્પિત કરવાથી દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય છે.

ચોખાને હિન્દુ ધર્મમાં સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ચોખા ઘરમાં સમૃદ્ધિ અને પૈસા લાવે છે. તેથી, ઘરના તમામ શુભ અને ધાર્મિક કાર્યોમાં તેનો ઉપયોગ ફરજિયાત બની જાય છે. એવી માન્યતા પણ છે કે કપાળ પર તિલક પર ચોખા લગાવવાથી આપણને સકારાત્મક ઉર્જા મળે છે. તે આપણા મગજમાં સકારાત્મક વિચારો આપે છે. આને કારણે, કોઈપણ કામ કરવામાં આપણું ફોકસ વધારે વધી જાય છે. તે કામ ખૂબ જ સારી રીતે થાય છે.

એટલે સુધી કે બાળકોને ભણતી વખતે, પરીક્ષા આપતી વખતે અને સ્કૂલે જતી વખતે પણ ચોખાનું તિલક કરવામાં આવે છે. તેનાંથી વિદ્યાર્થીઓનું ભણવામાં ફોકસ વધી જાય છે. નોકરી કરતા લોકોને પણ ઓફિસમાં તિલક લગાવીને જવું જોઈએ, તેનાંથી કામમાં સારી વસ્તુઓ દૂરથી જ દેખાશે અને તેમનું પ્રમોશમ જલ્દી થશે.

આમ કપાળ ઉપર તિલક તરીકે ચોખા લગાવવા સિવાય, તેને આસપાસ ફેંકવાની પણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ખરાબ અને નકારાત્મક શક્તિઓ તેનાથી દૂર રહે છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!