કંજૂસાઈની બધી જ હદો કરી પાર કરી આ મહિલાએ, પૈસા બચાવવા માટે ત્રણ વર્ષથી નથી ધોયા કપડા…!

દુનિયામાં લોકો પૈસા બચાવવા માટે ન જાણે શું-શું નથી કરતા. અમેરિકાની આવી જ એક કંગાળ મહિલાની વાર્તા વાયરલ થઈ રહી છે, જેણે પૈસા બચાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી કપડાં પણ ધોયા નથી. આ મહિલાની દુર્દશાની કહાની અહીં પુરી થતી નથી, આ મહિલાએ પૈસા બચાવવા માટે કરેલું કામ જાણીને તમને આશ્ચર્ય થશે.

Advertisement

અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતી કેટ હાશિમોટોએ TLCના એક્સ્ટ્રીમ ચેપસ્કેટર શોમાં વાત કરતા જણાવ્યું હતું કે તે છેલ્લા ત્રણ વર્ષથી ન્યૂયોર્કમાં રહે છે. આ શહેર ઘણું મોંઘુ છે, પરંતુ તેઓએ અહીં પોતાનો ખર્ચ ઘટાડવાની ખાસ રીતો શોધી કાઢી છે. તેઓ ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરે છે.

Advertisement

કેટ હાશિમોટોએ જણાવ્યું કે તે એક મહિના માટે માત્ર $ 200 (14,800 રૂપિયા) ખર્ચ કરે છે. જો કે, જ્યાં પૈસા ખર્ચવાની જરૂર છે, તેઓ પૈસા ખર્ચવાનું ટાળે છે. કેટ તેના ઘર માટે ક્યારેય ફર્નિચર ખરીદતી નથી, તેના બદલે તે ઘર માટે ફર્નિચર તરીકે રસ્તાની બાજુના ભંગારનો ઉપયોગ કરે છે.

તેમણે કહ્યું કે “ઘણી વખત લોકો તેમના જૂના ફર્નિચરને નકામા ગણીને ઘરની બહાર ફેંકી દે છે. આ ફર્નિચર કચરો ઉપાડનારાઓ લઈ જાય તે પહેલાં, હું આ ફર્નિચર મારા ઘરે લાવું છું અને તેનો ઉપયોગ મારા ઘર માટે કરું છું. આ રીતે મેં ઘણા પૈસા બચાવ્યા છે.”

તેમના ઘરમાં ખાવા માટે કોઈ ડાઇનિંગ ટેબલ નથી, જ્યારે કેટે જૂના મેગેઝિનના બંડલમાંથી આ માટે ટેબલ બનાવ્યું છે, જેના પર રાખીને તે ખાવાનું ખાય છે, સૂવા માટે બેડ નથી. તેણે ઘણી બધી યોગા મેટને એક સાથે રાખીને બેડ બનાવ્યો છે.

કેટે કહ્યું કે છેલ્લા 8 વર્ષથી તેણે પોતાના માટે એક પણ કાપડ ખરીદ્યું નથી. છેલ્લે તેણે પોતાના માટે એક અન્ડરવેર ખરીદ્યું હતું. લોન્ડ્રી ડિટર્જન્ટનો ખર્ચ બચાવવા માટે તેણે ત્રણ વર્ષથી કપડાં ધોયા નથી.

કેટનું કહેવુ છે કે સ્નાન કરતી વખતે કપડાં પાણીમાં ધોવાઇ જાય છે, તો કપડાં અલગથી ધોવાની શું જરૂર છે. એટલું જ નહીં, તે પૈસા બચાવવા માટે ટોઇલેટ પેપર પણ ખરીદતી નથી. તે પોતાની જાતને સાફ કરવા માટે માત્ર પાણી અને સાબુનો ઉપયોગ કરે છે.

જો કે કેટે આ પ્રકારની બચત કરીને કેટલા પૈસા ભેગા કર્યા છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ પૈસા બચાવવાની આ રીત જાણીને લોકો આશ્ચર્યચકિત છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!