લગ્નના સાત-સાત વર્ષ બાદ મહિલાને એકસાથે 5 બાળકો જન્મ્યા, એક પછી એક પાંચેયના થયા મોત, દુઃખદ બનાવ

એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. 22 વર્ષીય પરિણીત મહિલાએ સોમવારે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ એકસાથે 5 બાળકોને જન્મ આપ્યો હતો. પ્રી-મેચ્યોર ડિલિવરી બાદ માતાની તબિયત ઠીક હતી, પરંતુ બાળકોની હાલત ગંભીર હતી. સ્થિતિને જોતા તમામને બપોરે 1.30 વાગ્યે મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. 2 છોકરાઓ અને 2 છોકરીઓનું રસ્તામાં મોત થયું હતું, જ્યારે એક છોકરીનું હોસ્પિટલ પહોંચ્યા બાદ મોત થયું હતું. પાંચેય બાળકોનું વજન 300 થી 660 ગ્રામ સુધી હતું.

Advertisement

બાળકોના જન્મમાં દોઢ મિનિટનો તફાવત
આ બનાવ રાજસ્થાનનો છે. એક ખાનગી હોસ્પિટલના ડૉક્ટર આશા મીનાએ જણાવ્યું કે મસાલપુર વિસ્તારના પિપરાની ગામની રહેવાસી અને અશ્ક અલીની પત્ની રેશ્મા (25) લગ્નના 7 વર્ષ બાદ માતા બની હતી. રેશ્માએ એકસાથે 5 બાળકોને જન્મ આપ્યો.

Advertisement

જેમાં 2 છોકરાઓ અને 3 છોકરીઓ હતી. ડિલિવરી 7માં મહિને કરવામાં આવી હતી. જેના કારણે બાળકો ઘણાં જ નબળા હતા. ડોક્ટરે આશાએ જણાવ્યું કે પાંચેય બાળકોનો જન્મ એક-દોઢ મિનિટના અંતરે થયો હતો. ડિલિવરી સમયે તેમની સાથે ડૉક્ટર જેપી અગ્રવાલ તથા ચાર નર્સ હાજર હતી.

બાળક માટે ઘણા ડોકટરોને બતાવ્યા
રેશ્માના જેઠ ગબરુએ જણાવ્યું કે તેનો નાનો ભાઈ અશ્ક અલી કેરળમાં માર્બલ ફિટિંગનું કામ કરે છે. ઘણાં વર્ષો બાદ પણ રેશ્માને બાળક થતાં નહોતા થતા. આ માટે તેણે ઘઅનેક ડૉક્ટર્સને બતાવ્યું હતું. હવે તેને એક સાથે પાંચ બાળકો થયા, પરંતુ એકને પણ બચાવી શકાયું નહીં.

JK લોન હોસ્પિટલમાં દાખલ
કરૌલી હોસ્પિટલના SNCU યુનિટ ઈન્ચાર્જ ડૉ. મહેન્દ્ર મીણાએ જણાવ્યું કે મહિલાની ડિલિવરી શહેરની એક ખાનગી હોસ્પિટલમાં થઈ હતી. તમામ બાળકોને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યા હતા. બાળકોનું વજન ઘણું જ ઓછું હતું અને અહીંયા અમારી પાસે આવા ઓછા વજનવાળા બાળકો માટે ઓછી સુવિધા છે, તેથી તેમને એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ દ્વારા જયપુરની જેકે લૉન હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

ત્રણ દિવસ પહેલાં એક મહિલાએ 3 બાળકોને જન્મ આપ્યો હતો
ડો. મહેન્દ્ર મીણાએ જણાવ્યું કે, મધર ચાઈલ્ડ યુનિટમાં 3 દિવસ પહેલા 22 જુલાઈના રોજ લોટન બાઈ નામની મહિલાએ પણ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. તેમને 1 છોકરો અને 2 છોકરીઓ છે. લોટનબાઈ પણ લગ્ન બાદ પહેલીવાર માતા બની છે. ડિલિવરી પછી માતા અને બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે. સાવચેતીના પગલારૂપે બાળકોને SNCU વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

આવા કેસ લાખોમાં એક જ હોય
ડૉ.મહેન્દ્ર મીણાએ જણાવ્યું કે આવા કિસ્સા લાખોની સંખ્યામાં એકાદ સામે આવે છે. બાળકો ના થતાં હોય તે મહિલા સારવાર કરાવે પછી તેને 3, 4 કે પાંચ બાળકો થવાની સંભાવના વધી જાય છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!