GUJARAT

સુરતમાં લગ્નમાં દારૂની બોટલ સાથે ઠૂમકા લગાવવા પડ્યા ભારે, પોલીસે કર્યા આવા હાલ…!

સુરતના કતારગામ સાંઈબાબા મંદિર નજીક લગ્નપ્રસંગે ડીજે પાટીમાં દારૂની ખાલી બોટલ માથે મૂકી એનિમલ મૂવીની જેમ ડાન્સ કરવો યુવક માટે ભારે પડી ગયું છે. ડીજે પાર્ટીમાં યુવકનો દારૂની બોટલ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો હતો, ત્યારે ચોકબજાર પોલીસે યુવકની ધરપકડને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની બોટલ માથા પર રાખી ડાન્સ કર્યો
પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સુરતના ચોકબજાર પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા કતારગામ સાંઈબાબા મંદિર નજીક થોડા દિવસ પહેલાં લગ્નપ્રસંગમાં એક યુવકે દારૂની બોટલ સાથે ડાન્સ કર્યો હતો. યુવક એનિમલ મૂવીના ગીત પર દારૂની બોટલને માથા પર મૂકી એ મૂવીના ગીતની જેમ નાચતો હતો. આ દરમિયાન તેના મિત્ર દ્વારા એનો વીડિયો મોબાઇલમાં બનાવવામાં આવ્યો હતો અને એ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, ત્યારે વાઇરલ વીડિયો આધારે ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી હતી.

વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં
ચોકબજાર પોલીસે વીડિયોની તપાસ કરતાં તે કતારગામ સાંઈબાબા મંદિર નજીક લગ્નપ્રસંગે ડીજે પાર્ટીનો હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે બનાવ અંગે પોલીસે દારૂની બોટલ માથે મૂકી દારૂના નશામાં ડાન્સ કરતા 28 વર્ષીય યુવાન રોની ડેનિશભાઈ જિતુરી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement