FEATURED

ઘરબેઠા જ મેળવો શ્રેષ્ઠ કેરી ઓળખવાની ટિપ્સ, જો આ નિશાન દેખાય તો આંખ બંધ કરીને ખરીદી લો કેરી

કેરીની સીઝન શરૂ થવા થઇ રહી છે. જોકે બજારમાં કેરીનું આગમન થઇ ગયું છે. ગુજરાતમાં થતી કેરીમાં કેસર કેરી ખુબ જ પ્રખ્યાત છે. ગીરની કેસર કેરીની માંગ દેશ, વિદેશમાં રહે છે. તેમજ બજારમાં ભળતા નામે ગીરની કેસર કેરી પણ વેચાઇ છે. અન્ય પ્રદેશની કેરીને ગીરના નામે વેચવામાં આવતી હોય છે. કેરીની ક્યારે ખાવી જોઇએ? કેરીની ખરીદી ક્યારે કરવી જોઇઅ? શ્રેષ્ઠ કેરીને પસંદગી કેવી રીતે કરવી? ક્યાં પ્રકારની કેરીનો સ્વાદ મીઠો હોય? વગેરે બાબતોથી મોટા ભાગનાં લોકો અજાણ હોય છે. ત્યારે ચાલો જાણીએ…

આ સમયની કેરી શ્રેષ્ઠ
સામાન્ય રીતે બજારમાં કેરીનું આગમન થઇ ગયું છે. પરંતુ કેરી એપ્રિલનાં છેલ્લા અઠવાડિયામાં અથવા મે મહિનાની શરૂઆતમાં આવતી કેરી સારી હોય છે. કેરી ઉપર રાઇ જેવડા દાણા દેખાવા લાગે છે. ફળ મોટા હોય છે અને કેરી પર ભભૂત હોય છે. આ પ્રકારની કેરી શ્રેષ્ઠ છે. આ કેરી પાકી પણ ઝડપથી જાય છે. અને પકવીને ખાવાની મજા અલગ જ હોય છે.

ઘરે આવી રીતે કેરી પકવવી શકાય
સામાન્ય રીતે લોકો બજારમાંથી પાકેલી કેરી ખરીદીને ખાતા હોય છે. પરંતુ ઘરે સરળતાથી કેરી પકવી શકાય છે. ઘરમાં કોઇ પણ જગ્યાએ કોથળામાં કેરી પકવી શકાય છે. પહેલા જમીન ઉપર કોથળા રાખી દેવા જોઇએ. બાદમાં તેના ઉપર લાઇનમાં કેરી ગોઠવી દેવી જોઇએ. ઉપર પસ્તી રાખી તેના પર બે કે તેથી વધુ કોથળા રાખવા જોઇએ. તેમજ તેની અંદર ડુંગળી પણ રાખી શકાય છે. તેમજ સુકાઇ ગયેલા ઘાસમાં પણ કેરી પકવી શકાય છે. આ કેરી ખાવાની મજા અલગ જ છે.

કાર્બાઇડથી પકવાતી કેરીને ઓળખો
બજારમાં કેરીને કેમિકલથી પકવવામાં આવે છે. ખાસ કરીને કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બાઇડ આરોગ્ય માટે જોખમી છે. કેમિકલથી પકવેલી કેરી એકદમ પીળી હોય છે. તેમજ તેનો સ્વાદ પણ સામાન્ય હોય છે. શક્ય બને ત્યાં સુધી ઘરે જ કેરી પકવવી જોઇએ.

Advertisement