FEATURED

આ યુવાન મહિલા અધિકારીની ઈમાનદારીની વાત જાણીને ચોક્કસથી આંખોના ખૂણા ભીના થશે તે નક્કી!

એક મહિલા અધિકારીએ પોતાની ઈમાનદારીની કિંમત જીવ ગુમાવીને ચૂકવવી પડી હતી. હત્યાને નવ મહિના થયા પરંતુ પરિવારને હજી પણ ન્યાય મળ્યો નથી. હવે, આ મહિલાના નામ પર નેશનલ એવોર્ડની શરૂઆત થઈ છે. આ મહિલા એટલે ડો. નેહા શૌરી.

શું બન્યું હતું?
પંજાબના ખરડમાં નેહા શૌરીની એની જ ઓફિસમાં ઘુસીને દિન દહાડે હત્યા કરી દેવામાં આવી હતી. ફૂડ એન્ડ કેમિકલ લેબમાં થયેલી આ હત્યાકાંડમાં નેહાના માતા-પિતા ન્યાય માટે ભટકી રહ્યાં છે પરંતુ નેહાના નામથી નેશનલ એવોર્ડ શરૂ થઈ ગયો છે. નવાઈની વાત એ છે કે આ એવોર્ડ એ જ દિવસે આપવામાં આવ્યો હતો, જ્યારે આ હત્યાકાંડના સ્ટેટ્સનો રિપોર્ટ સરકાર હાઈકોર્ટમાં આપ્યો હતો. ઓલ ઈન્ડિયા ડ્રગ કંટ્રોલ ઓફિસર્સ કોન્ફેડરેશનના ઝોનલ ડ્રગ લાઈસન્સ ઓથોરિટીએ નેહા શૌરીના નામથી નેશનલ એવોર્ડ શરૂ કર્યો છે. પહેલો નેહા શૌરી એવોર્ડ ફોર બેસ્ટ વુમન ડ્રંગ કંટ્રોલ ઓફિસર સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ટર્ન્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનમાં કાર્યરત વિસાલા અન્નમને આપવામાં આવ્યો હતો.

ચેન્નઈમાં ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ કોંગ્રેસના ઉદ્ઘાટન સેરેમનીમાં 20 ડિસેમ્બરે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એક બાજુ નેહા શૌરીના નામથી એવોર્ડ શરૂ કરવામાં આવ્યો પરંતુ નવ-નવ મહિનાબાદ પણ આ હત્યાકાંડમાં ઉઠેલા સવાલના જવાબ મળી શક્યા નથી. પરિવાર આજે પણ ન્યાય માટે ઝંખી રહ્યો છે. નેહાના પરિવારે સીએમથી લઈ પીએમ સુધી ન્યાયની ભીખ માગી છે. સરકારે સીટની તપાસ કરાવી પરંતુ સવાલોના જવાબ આજે પણ મળ્યા નથી. નેહાના માતા-પિતાએ પોલીસ તપાસ પર સવાલ કરીને પંજાબ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટ પોલીસને તપાસ કેટલે પહોંચી, તે અંગેનો રિપોર્ટ માગ્યો હતો.

30 માર્ચે હત્યા થઈ હતી
સિવિલ હોસ્પિટલ ખરડ સ્થિત ફૂડ એન્ડ કેમિકલ ટેસ્ટિંગ લેબમાં ઘુસીને ઝોનલ લાઈસેન્સિંગ ઓથોરિટી ડો. નેહા શોરીની 30 માર્ચે હત્યા કરી હતી. આ હત્યા મોરિંડાના રહેવાસી બલવિંદર સિંહે કર હતી અને હત્યા બાદ તેને પણ આત્મહત્યા કરી હતી. આરોપી બલવિંદર 2009થી મોરિંડામાં જસપ્રીત મેડિકલ સ્ટોર નામની કેમિસ્ટની શોપ ચલાવતો હતો. તે સમયે ડો. શૌરી રોપડમાં ડ્રગ ઈન્સ્પેક્ટર હતી.

ડો. શૌરીએ 29 સપ્ટેમ્બર, 2009ના રોજ જસપ્રીત મેડિકલ સ્ટોરમાં દરોડા પાડ્યા હતાં. આ સમયે નશામાં ઉપયોગમાં લેવાતી 35 દવાઓ મળી આવી હતી. જેને કારણે ડો. શૌરીએ જસપ્રીત મેડિકલ સ્ટોરનું લાઈસન્સ રદ્દ કર્યું હતું. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડો. નેહા શૌરીના સાથી કર્મચારીઓ જ નહીં પરંતુ પરિવાર પણ આ વાત માનવા તૈયાર નથી. કોઈ કેવી રીતે 10 વર્ષ સુધી પોતાના મનમાં આ વાત દબાવીને રાખે. આની પાછળ અન્ય કોઈ કારણ હશે. પોલીસે આ કેસની કોઈ માહિતી પરિવારને આપતી નથી. પોલીસે તપાસ પૂરી થઈ હોવાનો સંકેત આપ્યો છે.

Advertisement