GUJARAT

ખજુરભાઈ પરણી ગયા, જુઓ દુલ્હન સાથેની તસવીરો

ગુજરાતમાં ખજૂરભાઈ ખુબ જ લોકપ્રિય છે. ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર તેઓ ફેમસ ચહેરો છે. ખજૂરભાઈએ તેઓના ફેંસને એક સારા સમાચાર આપ્યા છે.

ગુજરાત રાજ્યમાં ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાની મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જે ઘણા વાયરલ થઇ રહ્યા છે.

નીતિન જાનીનાં લગ્નની જે તસવીરો સામે આવી છે, તેમાં જોવા મળી રહ્યુ છે કે ખજૂરભાઈએ પોતે ગ્રે કલરની સરસ શેરવાની અને માથે સાફો પહેરેલો દેખાય છે. તો તેઓનાં પત્ની મીનાક્ષી દવે પણ રેડ લહેંગામાં ઘણી ખૂબસુરત લાગી રહ્યા છે.

નીતિન જાની ઊર્ફે ખજૂરભાઇ ગુજરાતમાં સેવા કરે છે અને ગુજરાતનાં સોનુ સુદ તરીકે પ્રચલિત છે. તેમણે લોકોને ખૂબ મદદ કરી છે. અને આજે હવે તેમણે લક્ષ્મી મળી ગઈ લાગે છે.

છેલ્લા કેટલાક સમયથી તે તેમના અંગત જીવનને લઇને પણ ચર્ચામાં હતા અને તેનું કારણ એ હતુ કે, તેમણે થોડા સમય પહેલા જ મીનાક્ષી દવે નામની યુવતિ સાથે સગાઇ કરી હતી. ત્યારે આજે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સાત ફેર ફરીને લગ્ન તાંતણે બંધાઈ ચુક્યા છે.

ગુજરાતીઓનું દિલ ખજુરભાઈએ તેઑના અનેક સેવાના કામથી જીતી લીધું છે.

તેઓ લોકોનાં હ્રદયમાં વસે છે. લોકો ખજુરભાઈને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે.

Advertisement